Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા સેવામય કાર્યક્રમો સાથે સ્થાપનાદિનની ઉજવણી

રાજકોટ : છેલ્લા ઘણા વર્ષની સમાજ સેવા, સાંસ્કૃતિક પ્રવૃતિ થકી જન જન સુધી પહોંચેલ જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા સ્થાપનાદિને સભ્યોનું સ્નેહ મિલન તેમજ જરૂરીયાતમંદ નીરાધાર વિધવા ૩૨ બહેનોને રાશન કિટ વિતરણનો કાર્યક્રમ સમાજ શ્રેષ્ઠીઓ, આગેવાનોની ઉપસ્થિતીમાં યોજાયો હતો. કાર્યક્રમની સરાહના કરતા નવનિયુકત ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય બાવનવજીભાઇ મેતલીયા, પૂર્વ કોર્પોરેટર કાંતિભાઇ ઘેટીયા, પૂર્વ કોર્પોરેટર જે. ડી. ડાંગર, વોર્ડ નં. ૧૩ ના ભાજપ વોર્ડ પ્રમુખ હસુભાઇ ચોવટીયા, ભાજપ અગ્રણી પ્રફુલભાઇ કાથરોટીયા, નાગરીક સહકારી બેંક ૧૫૦ ફુટ રીંગરોડ શાખાના સહકન્વીનર ગણેશભાઇ ઠુમ્મર, સભ્ય દિનેશભાઇ વ્યાસ, વિક્રમભાઇ પરમાર, રીટાયર્ડ પી. આઇ. જે. જે. ધ્રાંગા, મેરામણભાઇ ગંભીર, સંજયસિંહ વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ નવનિયુકત ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, રાજકોટ દક્ષિણ વિભાગમાં ત્રીજીવાર ચુંટાતા તેમનું ટ્રસ્ટીઓ તથા સભ્યો દ્વારા સ્વાગત કરાયુ હતુ. ટ્રસ્ટના પ્રમુખ સવજીભાઇ મૈયડે પ્રાસંગીક પ્રવચનમાં ટ્રસ્ટની માહીતી રજુ કરી જણાવેલ કે આ સંસ્થા દ્વારા રાહતદરનું દવાખાનું, લાઇબ્રેરી, રકતાદાન કેમ્પ, સ્વચ્છતા અભિયાન સહીતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. સેવા પ્રવૃત્તિની હજુએ વિસ્તારી છેવાડાના માનવી સુધી પહોંચાડવાની નેમ આ સંસ્થા રાખે છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ડી. કે. ભુત, શ્રી વિડજા, શ્રી સેતા, અતુલભાઇ ગોંડલીયા, હસુભાઇ ચાવડા, ધીરૂભાઇ મૈયડ, મનુભાઇ પટેલ, આર. ડી. સોજીત્રા, રીન્કુભાઇ મૈયડ, લખનભાઇ સિધ્ધપુરા, વિમલ ડાંગર, દિનેશભાઇ ચુડાસમા, ચંદુભાઇ, હસુભાઇ પરમાર, ગુણુભાઇ મિસ્ત્રી, કિરીટભાઇ મૈયડ, ઇન્દ્રજીતસિંહ ગોહીલ, ધર્મેન્દ્રભાઇ ડાંગર, એડવોકેટ કેતન મંડ, ભરત સોલંકી, જીતેશ મૈયડ, નાથાભાઇ મૈયડ, જમનભાઇ, શંભુભાઇ, કાનાભાઇ, ભગત, ચુનીભાઇ વગેરેએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં મહીલા પાંખના શીતલબેન મૈયડ, ગીતાબેન સોજીત્રા, કુસુમબેન વેકરીયા તેમજ અન્ય મહીલા પાંખના હોદેદારો ઉપસ્થિત રહેલ. સ્વાગત પ્રવચન વિમલ ડાંગરે અને કાર્યક્રમનું સંચાલન આર. ડી. સોજીત્રાએ કરેલ. જયારે અંતમાં આભારવિધિ અશોકભાઇ સેતાએ કરી હતી.

(3:35 pm IST)