Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

શનિવારે અને ૨૧ મીએ દિવ્યાંગદ માટેનો કેમ્પ

ભારત વિકાસ પરિષદ આનંદનગર અને સુરેન્દ્રનગર શાખા દ્વારા : તા.૬ના સુરેન્દ્રનગર ખાતે દિવ્યાંગોનું માપ લેવાશે, ૨૧મીના જયપુર ફૂટ, કેલીપર્સ, વોકીંગ સ્ટીક, સર્જીકલ બૂટ નિઃશુલ્ક અપાશેઃ ૧૦૦ દિવ્યાંગોને ટ્રાયસીકલ અપાશે

રાજકોટ,તા.૨ : ભારત વિકાસ પરિષદ દ્વારા આગામી તા.૬ને શનિવારે તેમજ તા.૨૧ એમ બે તબકકામાં દિવ્યાંગ કેમ્પનું આયોજન દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેર તથા ભારત વિકાસ પરિષદ આનંદનગર અને સુરેન્દ્રનગર દ્વારા થઈ રહયું છે. આ કેમ્પમાં અમેરીકાની સંસ્થા ઈન્ડિયન ફોર કલેકટીવ એકશન-કેલીફોર્નિયા(અમેરીકા) તથા દાતા અને એનઆરઆઈ નગીનભાઈ જગડા તથા ભૂપેનભાઈ મહેતાના આર્થિક સહયોગથી થઈ રહયો છે.

આ દિવ્યાંગ કેમ્પનો પ્રથમ તબકકો તા.૬ ને શનિવારે સવારે-૯ કલાકે એમ.પી.શાહ કોમર્સ કોલેજ સુરેન્દ્રનગર મુકામે સવારે ૯ વાગ્યે રાખવામાં આવેલ છે. જેમાં ઈચ્છતા- દિવ્યાંગોએ સવારે ૯ કલાકે આવવાનું રહેશે જેમાં જયપુર ફુટના નિષ્ણાંત દ્વારા આશરે ૪૦૦ જેટલા દિવ્યાંગોનું માપ લેવામાં આવનાર છે. ત્યારબાદ બીજા તબકકામાંએ જ સ્થળેતા.૨૧ના રોજ સવારે-૯ કલાકે આ તમામ દિવ્યાંગોને સાધન સહાય આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

આ કેમ્પનો લાભ લેવા દિવ્યાંગોએ ડો.રાજેન્દ્રસિંહ ઝાલા-૯૯૯૮૯ ૬૮૧૫૭, કિશનભાઈ હરિયાણી- ૯૪૨૮૨ ૯૦૧૪૨, ઈશ્વરભાઈ અજાણી - ૯૯૯૮૮ ૪૭૭૮૭, અશોકભાઈ ચાંપાનેરીયા-૯૯૨૪૧ ૪૪૫૪૦, સુનીલભાઈ પરીખ - ૯૪૨૭૫ ૫૨૮૬૬ને તા.૫ સુધીમાં નામ નોધવાનું રહેશે. આ દિવ્યાંગ કેમ્પમાં ડો.કમલેશભાઈ પરીખ, પ્રકાશભાઈ મહેતા અને હેંમતસિંહ ડોડિયા આ કેમ્પના સંયોજક તરીકે સેવા આપનાર છે.

આ કેમ્પને સફળ બનાવવા માટે આનંદનગર શાખાના પ્રમુખ જેઠસુરભાઈ ગુજરીયા, મંત્રી દિપકગીરી ગોસાઈ અને ભારત વિકાસ પરિષદ સુરેન્દ્રનગર શાખાના પ્રમુખ ડો. મનોજ રાવલ અને મંત્રી ડો.આઈ.કે. દવે, ટ્રસ્ટી પ્રફુલભાઈ ગોસ્વામી, ડો.તેજસભાઈ પૂજારા વિ. જહેમત ઉઠાવી રહયા છે.

તસ્વીરમાં સર્વેશ્રી પ્રફૂલ્લભાઈ ગોસ્વામી,  જેઠસુરભાઈ ગુજરીયા, કરશનભાઈ મેતા, દયાલજીભાઈ રાઠોડ, વિનુભાઈ આસોદરીયા, જયંતિભાઈ ચૌહણ, રાકેશભાઈ સોરઠીયા, વિઠ્ઠલભાઈ સોજીત્રા અને જેન્તીભાઈ કોરાટ નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:23 pm IST)