Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

મેડીકલ કમિશન સામે તબીબો મેદાને : આવેદન

રાજકોટ : ભારત સરકાર દ્વારા મેડીકલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયા બંધ કરી દેશભરમાં નેશનલ મેડીકલ કમિશન બનાવવાની હિલચાલ સામે ઈન્ડિયન મેડીકલ એસોસીએશને રોષ વ્યકત કર્યો છે. આજે બ્લેક ડે મનાવી સવારે ૬ થી સાંજના ૬ ઓપીડી બંધ રાખવામાં આવી છે. પ્રસ્તુત તસ્વીરમાં કલેકટર કચેરી ખાતે કલેકટર ડો. વિક્રાંત પાંડેને આવેદનપત્ર પાઠવતા આઈએમએના ડો. દિપેશ ભાલાણી, ડો. પારસ શાહ, ડો. ભરત કાકડીયા, ડો. અતુલ પંડ્યા, ડો. ભાવેશ સચદે, ડો. અમિત હપાણી, ડો. કિર્તી પટેલ, ડો. તેજસ કરમટા, ડો. હિરેન કોઠારી નજરે પડે છે. રેડક્રોષ હોલ ખાતે તબીબોએ આગામી લડત લડવા મીટીંગ બોલાવી હતી તે સમયની તસ્વીરમાં ડો. અતુલ પંડ્યા, ડો. નીતાબેન ઠક્કર, ડો. અમિત હપાણી, ડો. દસ્તુર, ડો. ડી. કે. શાહ, ડો. બદીયાણી, ડો. કિર્તી પટેલ, ડો. ભાવેશ સચદે, ડો. હિરેન કોઠારી સહિતના તબીબો નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:15 pm IST)