Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

રવિરત્ન પાર્ક નાગરીક મંડળ દ્વારા સોમેશ્વર મંદીરે કાલથી ભાગવત કથા

શાસ્ત્રી હિરેનભાઇ ભટ્ટ (ઉપલેટાવાળા) કથાનું રસપાન કરાવશે

  રાજકોટઃ તા.૨, રવિરત્ન પાર્ક નાગરીક મંડળ દ્વારા શ્રી મદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું તા.૩ થી ૯ જાન્યુઆરી સુધી આયોજન કરવામાં આવેલ છે. આ જ્ઞાનયજ્ઞમાં વ્યાસાસને પ્રખ્યાત ભાગવત કથાકાર પુષ્ટિમાર્ગીય પ્રર્વકતા શાસ્ત્રીજી શ્રી હિરેનભાઇ ભટ્ટ (ઉપલેટાવાળા) સંગતના સુર સાથે પોતાની અમૃતવાણીથી કથાનું રસપાન કરાવશે.

મુખ્ય યજમાન તરીકે જયશ્રી દ્વારકાધીશની કૃપાથી શ્રી ચંદુભાઇ ભીમાણી - શોભનાબેન ભીમાણી તથા સહયજમાન તરીકે ગં.સ્વ. કાંતાબેન ગાંગજીભાઇ દેસાઇ (યુ.એસ.એ.) શ્રી શ્રેયસભાઇ તથા કિંજલબેન દેસાઇ રહેશે.

 સંસ્થાના  આયોજકો અને કાર્યકરો શ્રી આર.સી. પટેલ (પ્રમુખ શ્રી), વી.ડી. ઠક્કર (ઉપપ્રમુખ) સી.એન.જાવીયા(મંત્રી) મણીભાઇ ઘોડાસરા (કન્વીનર) શ્રી ધીરૂભાઇ ઝાલાવડીયા , મગનભાઇ ઝાલાવડીયા, જગદિશભાઇ પટેલ, નરોતમભાઇ ફળદુ, નટુભાઇ કણસાગરા, મગનભાઇ વાછાણી, જી.બી.મલ્લી, રમણીકભાઇ કણસાગરા, મનસુખભાઇ ફળદુ, જમનભાઇ સાપરીયા, જાદવભાઇ કનેરીયા, જયેશભાઇ ત્રાંબડીયા, શૈલેષભાઇ ડઢાણીયા, જીતુભાઇ બરોચીયા, હરેશભાઇ મારડીયા, મહેશભાઇ બાવરવા, જયંતિભાઇ ચપલા, અતુલભાઇ કણસાગરા, સંજયભાઇ જાવિયા, આર કે ઝાલાવડીયા, મયુરભાઇ ડેડાણીયા, પ્રદીપભાઇ કોરડીયા, સંદીપભાઇ માકડીયા, ઉદયભાઇ કાલાવડીયા, હસુભાઇ બુટાણી, જહેમત ઉઠાવી રહયા છે.

કથાનો સમય સવારના ૯ થી ૧૨ તથા બપોરના ૩ થી ૬ કથા સ્થળઃ સોમેશ્વર મહાદેવ મંદીર, રવિ રત્ન પાર્ક, યુનિ. રોડ રાજકોટ.

(2:24 pm IST)