Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

લોધીકાના દેવગામમાં ચુલામાં ભડકો થતાં કુંભાર બાળા દાઝી

રાજકોટ તા. ૨: લોધીકાના દેવગામમાં રહેતી હેમાંશી પંકજભાઇ વીસપરા (ઉ.૧૬) નામની વરીયા કુંભાર બાળા ઘરે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

હેમાંશી એક ભાઇથી મોટી છે અને મેટોડા જીઆઇડીસીની ગંગોત્રી વિદ્યાલયમાં ધોરણ-૧૧માં અભ્યાસ કરે છે. પોલીસના નિવેદનમાં તેણી ચુલા પર રોટલા બનાવતી હોઇ કેરોસીન નાંખતા ડબલુ ઢોળાતાં ભડકો થવાથી દાઝી ગયાનું તેણીએ કહ્યું હતું. તેના પિતા પંકજભાઇ ફર્નિચરનું કામ કરે છે. લોધીકા પોલીસ વધુ તપાસ કરે છે. (૧૪.૫)

(10:21 am IST)