Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

કોરોના એમીક્રોન વેરિયન્ટ સામે કલેકટર તંત્ર દ્વારા તાબડતોડ પગલાઃ ૧૭ વિદેશીઓને કવોરન્ટાઇન કરાયા

રાજકોટ, તા.૧: વિશ્વભરમાં જોવા મળી રહેલા કોરોના નવા વેરિયન્ટ એમીક્રોનથી જિલ્લાના નાગરિકોને રક્ષણ પુરૂ પાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના પગલે રાજકોટ જિલ્લાના વિવિધ શહેરોમાં વિદેશથી આવેલા કુલ ૧૭ નાગરિકોને કવોરન્ટાઇન કરાયા છે. આ અંગેની વિગતો આપતાં જિલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે ગોંડલ તાલુકાના બે વ્યકિતઓ પૈકી એક વ્યકિત ઓસ્ટ્રેલિયાથી અને એક વ્યકિત નૈરોબીથી આવેલ છે. જામકંડોરણામાં  અબુધાબીથી ચાર અને ત્રણ વ્યકિતઓ યુ.કે.થી આવેલી છે. ટાન્ઝાનીયાથી બે વ્યકિતઓ ઉપલેટા અને અમેરિકાથી ત્રણ વ્યકિતઓ રાજકોટ આવી છે, જયારે કેનેડાની એક વ્યકિત ધોરાજી અને યુનાઇટેડ આરબ અમિરાતની બે વ્યકિતઓ જેતપુર આવી છે. વિદેશથી આવેલા આ તમામ ૧૭ નાગરિકોના રેપિડ એન્ટીજન ટેસ્ટ તથા આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે નેગેટિવ આવ્યા છે. તેમ છતાં સુરક્ષાના કારણોસર આ તમામ નાગરિકોને કોરન્ટાઇન કરવામાં આવ્યા છે. અને તેમના સ્વાસ્થ્ય ઉપર સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે.

(3:05 pm IST)