Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશની કેન્દ્ર સરકાર વિશ્વમાં મજબુત અને પ્રમાણિક સરકાર પ્રસ્થાપિત થઇ : વિજયભાઇ રૂપાણીનું શહેર ભાજપની કારોબારી બેઠકમાં સંબોધન

૧૦૦ કરોડ લોકોને રસીનો લક્ષ્યાંક ટુંકા ગાળામાં સિધ્ધ : ધનસુખ ભંડેરી : ભાજપનું સંગઠન રાષ્ટ્રવાદને સર્વોપરી માની વિકાસની દિશામાં આગળ વધી રહ્યુ છે : ગોવિંદભાઇ પટેલ : ભાજપનો કાર્યકર્તા કાર્યક્રમો થકી સતત જનતાની વચ્ચે રહ્યો છે : કમલેશ મિરાણી

રાજકોટ : રાષ્ટ્રીય તથા પ્રાદેશિક કક્ષાએ ભારતીય જનતા પાર્ટીની કારોબારીની બેઠક પૂર્ણ થયા બાદ શહેર ભાજપ અધ્યક્ષ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં શહેરના મેયર બંગલા ખાતે શહેર ભાજપ દ્વારા કારોબારી બેઠકનું આયોજન કરાયુ હતુ. જેનો પ્રારંભ રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે દીપપ્રાગટયથી કરાવાઇ હતી. શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખે વિજયભાઇ રૂપાણીનું બુકે તથા ખેસ આપી સન્માન કરેલ. કાર્યક્રમનું સંચાલન મહામંત્રી કિશોરભાઇ રાઠોડે કરેલ. રાજકીય ઠરાવ પ્રસ્તાવ ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી દ્વારા કરવામાં આવેલ. આ ઠરાવોને ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ દ્વારા અનુમોદન અપાયુ હતુ. બેઠકનો પ્રારંભ વંદે માતરમ ગીત અતુલ પંડીતે ગવડાવીને કરાવ્યો હતો. સૌ પ્રથમ શહેર ભાજપ અધ્યક્ષ કમલેશ મિરાણીએ પાર્ટીના આગામી કાર્યક્રમોની માહીતી આપી ભાજપનો કાર્યકર્તા કાર્યક્રમો થકી જનતાની વચ્ચે રહ્યો હોવાનું જણાવેલ. શહેર ભાજપ પ્રશિક્ષણ વર્ગની સફળતા બાદ આગામી દિવસોમાં વોર્ડ કક્ષાના કાર્યક્રમો યોજવાની જાહેરાત કરી હતી. ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ સરકારના વિકાસ કાર્યોના ઠરાવો અનુસંધાને જણાવેલ કે દેશમાં નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ટુંકા ગાળામાં ૧૦૦ કરોડ લોકોને સ્વદેશી રસી આપી વિશાળ સિધ્ધી હાંસલ કરાઇ છે. વૈશ્વિક કક્ષાએ ભારત આજે વિકાસની સાચી દિશામાં આગળ વધી રહેલ છે. ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે ઠરાવોને ટેકો જાહેર કરી જણાવેલ કે ભાજપનું સંગઠન રાષ્ટ્રવાદને સર્વોપરી માની વિકાસની દિશામાં આગળ વધી રહ્યુ છે. કારોબારીના અંતિમ ચરણમાં રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા જણાવેલ કે જયારે કેન્દ્રમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકાર સતા ઉપર આવેલ છે ત્યારથી રાષ્ટ્ર હિતમાં અનેક પગલાઓ લેવાયા છે. નરેન્દ્રભાઇના નેતૃત્વમાં છેલ્લા ઘણા સમયથી શાસનમાં સુશાસનને ચરિતાર્થ કરતા અનેક નિર્ણયો લેવાયા છે. આ સરકાર વિશ્વમાં મજબુત અને પ્રમાણિત સરકાર પ્રસ્થાપિત થઇ છે અને આખા વિશ્વએ નોંધ લીધી છે. આ કારોબારી બેઠકમાં શહેરના અપેક્ષિત  કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કારોબારી બેઠકને સફળ બૃનાવવા વિક્રમ પુજારા, મહેશ રાઠોડ, અનિલભાઇ પારેખ, હરેશભાઇ જોષી, નિતિન ભુત, જીજ્ઞેશ જોષી, પ્રવિણભાઇ ડોડીયા, રામભાઇ પટેલ, રમેશભાઇ જોટંગીયા, પંકજભાઇ ભાડેસીયા, જયંતભાઇ ઠાકર, રાજન ઠાકકર, પંડીત નલારીયન, રાજ ધામેલીયા, ચેતન રાવલ સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

(3:03 pm IST)