Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

પાણી પુરવઠા બોર્ડમાં નિવૃતિ પછીના અને સરકારની પૂર્વ મંજુરી વિનાના નોકરીયાતોની સેવાનો અંત

સરકારના પરિપત્રનો આજથી જ કડક અમલ કરવા સૂચના

રાજકોટ, તા. ૧ : રાજય સરકારના આદેશ મુજબ પાણી પુરવઠા બોર્ડ અને તેના કાર્યક્ષેત્રની કચેરીઓમાં નિવૃત્તિ પછી ફરજ બજાવતા અથવા સરકારની પૂર્વ મંજુરી વગર કરાર થી કે અન્ય સ્વરૂપે ફરજ બજાવતા અધિકારીઓ - કર્મચારીઓને છુટા કરી દેવા આદેશ આપ્યો છે. આ અંગે ગઇકાલે બોર્ડ દ્વારા રાજકોટ, જુનાગઢ,  કચ્છ સહિત રાજયના તમામ મુખ્ય ઇજનેરોને સૂચના અપાયેલ છે.

પાણી પુરવઠા બોર્ડના પરિપત્રમાં જણાવાયું છે કે કચેરીઓ તથા જીડબલ્યુઆઇએલ/વાસ્મોની વડી કચેરી તેમજ ક્ષત્રિય કચેરીઓમાં ટેકનીકલ/નોન ટેકનીકલ જગ્યાઓ પર સરકારશ્રીની પૂર્વ મંજુરી લીધેલ ન હોય તેવા કરાર આધારિત/ કન્સલ્ટટીંગ/ આઉટસોર્સિંગ/ ઓનેરેરીયમ કે અન્ય સ્વરૂપે નાણાકીય લાભ આપીને નિવૃત્ત કર્મચારી/ અધિકારીની થયેલ નિમણુંકનો તા. ૩૦-૧૧ ના કચેરી સમય બાદ અંત લાવવાનો રહેશે તથા તેની જાણ બોર્ડની મુખ્ય કચેરીને તાત્કાલિક કરવાની રહેશે.

(2:48 pm IST)