Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

શાપર-વેરાવળ પોલીસ મથકના લોકઅપમાં પરપ્રાંતીય અર્જુનનો ફાંસો ખાઇ આપઘાત

ખૂનની કોશિષના ગુન્હામાં જામીન પર છુટયા બાદ રર વર્ષથી હાજર ન થતા કોર્ટે પકડ વોરંટ કાઢતા પેરોલ ફર્મો સ્કવોડે ઝડપી શાપર પોલીસને સોંપ્યો'તો : ચાદર ફાડી લોકઅપના દરવાજાના એંગલ સાથે બાંધી ફાંસો ખાઇ લીધો

રાજકોટ તા.૧ : શાપર-વેરાવળ પોલીસ મથકના લોકઅપમાં પરપ્રાંતીય શખ્સે ફાંસો ખાઇ લેતા ચકચાર જાગી છે.

પ્રાપ્ય વિગતો મુજબ શાપર-વેરાવળ પોલીસ મથકના લોકઅપમાં રહેલ આરોપી અર્જુન ચરણરામ ચમાર (ઉ.૪પ) રે.મુળ ફુલ ફલગોરવેલ તા.લગાઉ જી.પરસી ચંપારણ બિહાર હાલ રે. રાજકમલ  પેટ્રોલપંપ પાછળ હાઇચોમ કારખાનાએ  આજે વહેલી સવારે ઓઢવા આપેલ ચાદર ફાડી નાંખી ચાંદરના ટુકડો લોકઅપના દરવાજાના એંલગ સાથે બાંધી ગળે ફાંસો ખાઇ, લીધો હતો.બનાવ અંગે ફરજ પરના પી.એસ.ઓએ પી.એસ. આઇ. કુલદીપસિંહ ગોહિલને જાણ કરતા તુર્તજ મૃતક અર્જુનને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડીયો હતો પણ ત્યાં તેનો મૃતદેહજ પહોંચ્યો હતો.

મૃતક અર્જુન ચરણરામ ચમાર ૧૯૯૮ ના વર્ષમાં શાપર-વેરાવળમાં થયેલ હત્યાના કોશિષના ગુન્હામાં  પકડાયો હતો આ ગુન્હામાં જામીન ઉપર છુટયા બાદ તે રર વર્ષથી કોર્ટમાં હાજર થતો ન હોય કોર્ટે પકકડ વોરંટ કાઢયું હતું. ગઇકાલે રૂરલ પેટ્રોલ ફલો સ્કવોર્ડ કોર્ટના પકકડ વોરંટના આધારે અર્જુનને પકડી પાડી શાપર-વેરાવળ પોલીસ મથકમાં સોંપ્યો હતો અને આજે વહેલીસવારે તેણે લોકઅપમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે શાપર-વેરાવળ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:51 pm IST)