Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ. ૨.૬૯ કરોડના ખર્ચે ચાર મોટા અને બે મીની ફાયર ફાઇટરનો પદાધિકારીશ્રીઓએ શુભારંભ કરાવ્યો

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા શહેરના વધતા જતા વિસ્તાર અને વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખી શહેરના આગ-અકસ્માતોના બનાવોને પહોંચી વળવા જુદા જુદા વિસ્તારોમાં કુલ-૭ ફાયર સ્ટેશન તેમજ ૧ ઈ.આર.સી. કાર્યરત છે. આજરોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.૨.૬૯ કરોડના ખર્ચે ખરીદેલ ૪ મોટા અને ૨ મીની ફાયર ફાઈટરને મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, અગ્નિશામક દળ કમિટીના ચેરમેન રૂપાબેન શીલુ વિગેરેના હસ્તે ઝંડી આપી શુભારંભ કરાવ્યો તે વખતની તસ્વીર. શહેરના વધતા જતા વિસ્તાર અને વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખી ફાયરબ્રિગેડ વધુ ને વધુ સુજ્જ બને તે માટે રાજકોટ મહાનગરપાલિકા પગલા લઇ રહી છે.

(3:49 pm IST)