Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

જિલ્લા પંચાયતના નવા કારોબારી અધ્યક્ષ તરીકે ભાનુબેન તળપદાનું નામ મોખરે

વિકલ્પે ચંદુભાઈનું નામઃ કાલ સુધીમાં સ્ટે ન મળે તો ગુરૂવારે ચૂંટણી

રાજકોટ, તા. ૧ :. જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ કે.પી. પાદરિયાને વિકાસ કમિશનરે હોદા પરથી હટાવતા નવા અધ્યક્ષની ચૂંટણી માટે ગુરૂવારે સવારે ૧૧ વાગ્યે બેઠક બોલાવવાનો એજન્ડા ડી.ડી.ઓ.એ બહાર પાડયો છે. પાદરિયાએ પોતાને હટાવવા સામે પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ સમક્ષ અપીલ કરી સ્ટેની માંગણી કરી છે. કાલ સુધીમાં સ્ટે ન મળે તો ગુરૂવારે નવા અધ્યક્ષની ચૂંટણી થઈ જશે.

નવા કારોબારી અધ્યક્ષ તરીકે પડધરીના શ્રીમતી ભાનુબેન ધીરૂભાઈ તળપદાનું નામ મોખરે છે. ગઈકાલે કારોબારી સભ્યોના જુથની બેઠકમાં આ નામ પર સર્વાનુમતી થઈ હતી. બેઠકમાં ૫ સભ્યો હાજર હતા. વિકલ્પે ચંદુભાઈ શીંગાળા અને શિલ્પાબેન મારવાડિયાનું નામ ચર્ચામાં છે. પાર્ટીએ બહુમતી સભ્યો ઈચ્છે તેને માટે સહમતી દર્શાવવાનું વલણ અપનાવ્યુ છે.

(3:28 pm IST)