Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

ડી.આઇ. પાઇપલાઇન તૂટે નહી તેવા દાવા છતાં કેમ તૂટી ? અજીત રાજપૂત

રાજકોટ તા. ૧ : કેવડાવાડીમાં તાજેતરમાં જ લાખો - કરોડોના ખર્ચે ડી.આઇ. પાઇપલાઇન નાખવામાં આવી છે. આ ડી.આઇ. પાઇપ લાઇન કોઇ પણ પ્રકારે તૂટે નહી તેવા દાવા સાથે ઇજનેરોએ નાંખી છે અને તેથી જ આ પાઇપ લાઇનનું નેટવર્ક અત્યંત મોંઘુ હોવા છતાં શાસકો દ્વારા પ્રજાહિતમાં આ પાઇપ લાઇન નાંખવાનું મંજૂર કર્યું પરંતુ આમ છતાં નવી નકોર પાઇપ લાઇન ટેસ્ટીંગમાં તૂટતા કામની ગુણવત્તા અંગે આ વિસ્તારના ભાજપના સિનિયર અગ્રણી અજીતસિંહ રાજપૂતે સવાલો ઉઠાવ્યા છે.(

(3:23 pm IST)