Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

'તુ ખાટલામાં જ પડી રહે છે, કામ કરતી નથી, ઢોંગ કરે છે' કહી ધ્રુવીબેનને વડોદરામાં સાસરિયાનો ત્રાસ

વડોદરાના પતિ શ્રેયસ પોપટ, સાસુ ચંદ્રીકાબેન અને સસરા દિવ્યકાંતભાઇ સામે ગુનો

રાજકોટ,તા. ૧: શહેરના જંકશન પાસે ગાયકવાડીમાં માવતરના ઘરે રહેતી મહિલાને વડોદરામાં પતિ, સાસુ અને સસરા 'તુ ખાટલામાં જ પડી રહે છે, કામ કરતી નથી, ઢોંગ કરે છે'  કહી ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જંકશન પાસે ગાયકવાડી પ્લોટ શેરી નં.૭માં માવતરના ઘરે રહેતા ધ્રુવીબેન શ્રેયસભાઇ પોપટ (ઉવ.૩૦) એ મહિલા પોલીસ મથકનમાં નોંધાવેલી ફરિયાદમાં વડોદરા ન્યુ કારેલી બાગ, જ્યુ. વી.આઇ.પી રોડ સિધ્ધાર્થ નગર ગેઇડ પાસે અનન્યા હાઇટ્સએ ફલેટ નં. ૩૦૬માં રહેતા પતિ શ્રેયસ દિવ્યકાંતભાઇ પોપટ, સાસુ ચંદ્રીકાબેન પોપટ અને સસરા દિવ્યકાંતભાઇ પોપટ નામ આવ્યા છે. ધ્રુવીબેને ફરિયાદમાં જણમવ્યું છે કે પોતાના એક વર્ષ પહેલા વડોદરા ખાતે રહેતા શ્રેયસ પોપટ સાથે લગ્ન થયા હતા. પોતે ફાર્મસીનો અભ્યાસ કરેલ. લગ્નબાદ પંદર દિવસમાં પોતાના દાંતમાં દુઃખાવો થતા પોતે પતિ તથા સાસુ અને સસરાને દાંતની સારવાર માટે જણાવેલ તો સાસુ અને સસરાએ મેણા ટોણા મારી 'તુ ખાટલામાં જ પડી રહી છે, કામ કરતી નથી, ઢોંગ કરે છે'  ગાળો આપી માનસીક ત્રાસ ગુજાર્યો હતો. એકાદ મહિના બાદ પોતે પીયરમાં આવ્યા ત્યારે પોતાને દાંખના દુઃખાવા તેમજ અન્ય જે કોઇ બીમારીએ હોય તેની સારવાર કરાવી ને જ પાછી આવવાનું જણાવેલ, નહીં તો પાછી આવતી નહીં તેવુ સાસુ અને સસરાએ કહેલ. બાદ દસ દિવસ પીયર રોકાય પછી પાછા સાસરે ગયા ત્યારે પતિ, સાસુ અને સસરાએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. અને કહેતા કે 'તારા બાપે બીમાર પોટલુ વાળી અમને ભટકાડી દીધેલ છે અને અમે છેતરાઇ ગયા છીએ તારા કરતા પણ સારા માગાઓ અમારા દીકરા માટે આવતા હતા. અમારે તો રાજકોટ સગપણ કરવું જ ન હતું. રાજકોટની છોકરીઓ દસ હજાર પગારમાં નોકરી કરતી હોય હવામાં ઉડતી હોય છે તેમજ કરિયાવરમાં કોઇ લાવી નથી કહી વધુ કરિયાવર લઇ આવવા માટે દબાણ કરતા હતા. તેમજ કામકાજ બાબતે તથા નાની-નાની વાતમાં મેણા ટોણા મારતા હતા. તથા વાસી અને ઠંડુ જમવાનું આપતા હતા જેના કારણે પોતે બીમાર થઇ ગયા હતા. બાદ ગત માર્ચ મહિનામાં પોતાને માવતરે આરામ કરવા મોકલેલ. તે દરમ્યાન કોરોના વાયરસના કારણે લોકડાઉન થતા પોતે પીયરમાં રોકાય ગયા હતા અને લોકડાઉન ખુલતા પિતાએ ફોન કરતા પતિ, સાસુ અને સસરાએ પરત તેડવાની ના પાડી દીધેલ અને બીજા દરા છુટાછેડાની વાત કરેલ. બાદ પતિ તથા સાસુ સસરાએ યુકતી પૂર્વક પોતાને કાકાના ઘરે મોકલી ત્યારબાદ વડોદરાથી પોતાને પહેરેલ કપડે કાઢી મુકતા પોતે રાજકોટ માવતરના ઘરે આવ્યા બાદ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ. આર.પી.કથીરીયાએ તપાસ હાથ ધરી છે.

(2:41 pm IST)