Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

રામદેવ ડાંગર હવે પિસ્તોલ સાથે પકડાયોઃ બે વર્ષ પહેલા મિત્ર પાસેથી લીધાનું રટણ

આઠ કાર્ટીસ મળ્યા ત્યારે ઘરે ન મળેલો શખ્સ હવે પકડાયો : ક્રાઇમ બ્રાંચે જામનગર રોડ વિનાયક વાટીકા પાસેથી દબોચ્યોઃ અગાઉ અનેક ગંભીર ગુનામાં સંડોવણી : કોન્સ. મહેશભાઇ મંઢ અને ઉમેશભાઇ ચાવડાની બાતમી

રાજકોટ તા. ૧: જામનગર રોડ પર વિનાયક વાટીકા-૧માં રહેતાં અને અગાઉ અનેક ગુનામાં સંડોવાઇ ચુકેલા રામદેવ લક્ષમણભાઇ ડાંગર (ઉ.વ.૩૯)ના ઘરમાંથી બે દિવસ પહેલા ક્રાઇમ બ્રાંચે ૦૮ જીવતા કાર્ટીસ પકડ્યા હતાં. ત્યારે તે ઘરે મળ્યો નહોતો. ગત રાતે તે ઘર તરફ આવી રહ્યાની બાતમી મળતાં તેને સકંજામાં લઇ તલાશી લેતાં દેશી બનાવટની રૂ. ૧૦ હજારની પિસ્તોલ મળતાં ધરપકડ કરવામાં આવી હતી. પોતાને માથાકુટો ચાલતી હોઇ બે વર્ષ પહેલા મિત્ર પાસેથી લીધાનું તેણે રટણ કર્યુ હોઇ વિશેષ તપાસ થઇ રહી છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડી.સી.પી પ્રવીણકુમાર મીણા, ડી.સી.પી મનોહરસિંહ જાડેજા સાહેબ, એ. સી. પી.ક્રાઇમ ડી, વી. બસીયાની સુચના અને પીઆઇ વી. કે, ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ. વી. સાખરા, હેડ કોન્સ. ધીરેનભાઈ માલકીયા, પો.કોન્સ. મહેશભાઈ મંઢ, હીરેનભાઇ સોલંકી, ભગીરથસિંહ ઝાલા, ઉમેશભાઇ ચાવડા, દીપકભાઇ ડાંગર, યોગીરાજસિંહ જાડેજા, જયપાલસિંહ ઝાલા તથા સંજયભાઇ ચાવડા  પેટ્રોલીંગમાં હતા દરમ્યાન  પો. કોન્સ. મહેશભાઇ મંઢ તથા ઉમેશભાઇ ચાવડાને મળેલી બાતમી પરથી આ કામગીરી થઇ હતી. રામદેવે બે વર્ષ પહેલા મિત્ર પાસેથી આ પિસ્તોલ લીધાનું રટણ કર્યુ છે.

(12:54 pm IST)
  • મોડર્ના વેકસીન ગંભીર કોરોના દર્દી ઉપર ૧૦૦ ટકા સફળ રહી : મોડર્ના વેકસીન ૧૦૦ટકા સફળઃ અમેરિકન કંપની મોડર્નાની કોરોના વાયરસ રસી ગંભીર કોરોના વાયરસ ચેપ સામે ૧૦૦ટકાની અસરકારકતા દર્શાવતી હોવાનું જાહેર થયું છેઃ કોરોના વેકસીનની અસરકારકતા અંગે નીચે મુજબ આંક પ્રસિધ્ધ થયો છેઃ રશીયાની સ્પુટનીક વેકસીન ૯૫ ટકાથી વધુ * અમેરિકન ફાઈઝર / બાયોએનટેક કંપનીની વેકસીન ૯૫ ટકા અસરકારક રહી છે. * અમેરિકાની મોડર્ના કંપનીની વેકસીન ૯૪ ટકા સફળ, જયારે કોરોનાના ક્રીટીકલ કેસમાં ૧૦૦ ટકા સફળ * ઓકસફર્ડ / અસ્ટ્રાજેનેક ૯૦ ટકા સુધી સફળ રહ્યાનો દાવો થાય છે access_time 2:42 pm IST

  • દિલ્હીમાં કોરોના ટેસ્ટના ભાવમાં ધરખમ ઘટાડો: દિલ્હીમાં આરટી-પીસીઆર પરીક્ષણના ભાવ રૂ. ૨૪૦૦ થી ઘટીને રૂ. ૮૦૦ થઈ ગયાનું કેજરીવાલની "આપ" સરકારનું કહેવું છે. access_time 8:52 pm IST

  • એસપી દેવભૂમિ દ્વારકાનો ચાર્જ અચાનક વિશાલ કુમાર વાઘેલા ( એસપી આઈબી ગાંધીનગર ) ને સોંપાયો છે access_time 11:26 pm IST