Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

રાષ્ટ્રીય શાળાના કમ્પાઉન્ડના ક્વાર્ટરમાં દારૂ વેચવાનો આરોપી સંદીપ દક્ષિણી ઝડપાયો

હોમી દસ્તુર માર્ગ પરથી પોલીસે દબોચી લીધો

રાજકોટ : રાજકોટના રાષ્ટ્રીય શાળા કમ્પાઉન્ડના ક્વાર્ટરમાં દરોડો પાડીને દારૂના જથ્થા સહીત 5,18 લાખનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો જેમાં ફરાર આરોપી સંદીપ દક્ષિણીને હોમી દસ્તુર માર્ગ પાસેથી ઝડપી લેવાયો છે

 દારૂના કેસમાં વોન્ટેડ આરોપી સંદીપ દિલીપભાઈ દક્ષિણી હોમી દસ્તુર માર્ગ પર ઉભેલો હોવાની બાતમી મળતા પોલીસે ઝડપી પાડ્યો હતો આ કામગીરીમાં પો.સબ.ઇન્સ,એસવી,સાખરા ,એ,એસ,આઈ,બી,વી,ગોહિલ,પો.હેડ,કો

ન્સ,હારૂનભાઇ ચનિયા ,વિરેન્દ્રસિંહ ઝાલા,પો,કોન્સ, નરેશકુમાર ઝાલા,મૌલિકભાઈ સાવલિયા,જગદીશભાઈ વાંક અને મેરૂભા ઝાલા જોડાયા હતા

(8:06 pm IST)