Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

તિરૂપતી સોસાયટીના વૃધ્ધ આપાભાઇ લાવડીયાનો ઝેરી ટીકડી પી આપઘાત

રાજકોટઃ કોઠારીયા રોડ તિરૂપતી સોસાયટીમાં રહેતાં આપાભાઇ દેવધનભાઇ લાવડીયા (ઉ.વ.૬૫)એ સાંજે ઘરે હતાં ત્યારે અનાજમાં રાખવાની ટીકડી પી લેતાં ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ જાણ કરતાં આજીડેમ પોલીસ મથકના નરેન્દ્રભાઇ ચાવડાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:33 am IST)