Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

૬૦૦ રૂપિયા માટે સરાજાહેર ધબધબાટીઃ હેલ્મેટ-પથ્થરથી હુમલોઃ ગાંધીગ્રામ પોલીસે ત્રણને દબોચી કાયદાનું ભાન કરાવ્યું

ગાંધીગ્રામ વિસ્‍તારમાં જાહેરમાં હુમલો કરનાર ચાર શખ્સોને જાહેરમાં માફી મંગાવી કાયદાનું ભાન કરાવતા ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઈ એમ.બી.જેબલીયા, પીએસઆઈ ભટ્ટ અને ટીમ

રાજકોટઃ કાલાવડ રોડ પર નેપ્ચ્યુન ટાવર પાસે લીંબુડી વાડી રોડ જલારામ ફાસ્ટ ફૂડ સામે શનિવારે ત્રણ શખ્સોએ એક શખ્સ પર ૬૦૦ રૂપિયાની ઉઘરાણી મામલે હુમલો કરી ગાળો દઇ હેલ્મેટથી તથા પથ્થરથી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મારામારીનો વિડીયો વાયરલ થતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી પી. કે. દિયોરાએ તાકીદે આ શખ્સોને શોધી કાઢવા સુચતા અને માર્ગદર્શન આપતાં પી.આઇ. કે. એ. વાળા, પીએસઆઇ એમ. બી. જેબલીયા, હેડકોન્સ. પ્રશાંતભાઇ રાઠોડ, કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજાએ તપાસ કરી ત્રણ આરોપીઓ ચિરાગ રઘુભાઇ સોલંકી (ઉ.૨૮), અભિષેક ઉર્ફ અભી રઘુભાઇ સોલંકી (ઉ.૨૨) અને કરણ વિનોદભાઇ પરમાર (ઉ.૨૧) (રહે. ત્રણેય શ્યામનગર-૩, ગાંધીગ્રામ)ની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. આ ત્રણેયે ઘંટેશ્વર એસઆરપી કેમ્પ સામે ક્રિસ્ટલ-૨ જી એપાર્ટમેન્ટમાં રહેતાં સોૈરભ રાજેશભાઇ તિવારી (ઉ.૨૬) પર હુમલો કર્યો હતો. ચિરાગને સોૈરભ પાસેથી રૂ. ૬૦૦ લેવાના હોઇ તેની ઉઘરાણી મામલે ડખ્ખો થયો હતો.

(1:53 pm IST)