Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

દૂધ સાગર રોડ કવાર્ટરમાં ૪ રિક્ષાના કાચ ફૂટ્યા

મોડી રાતે કોઇએ ટીખળ કર્યુ કે જાણી જોઇને હેરાન કરવાનો ઇરાદો?: થોરાળા પોલીસમાં જાણ કરાતાં તપાસ

રાજકોટ તા. ૩૦: શહેરમાં અગાઉ અનેક વખત અલગ-અલગ વિસ્તારોમાં ઘર બહાર પાર્ક કરાયેલી કાર સહિતના વાહનોમાં નુકસાન કરવાના બનાવ બની ચુકયા છે. વધુ એક વખત આવો બનાવ બન્યો છે. જેમાં દૂધ સાગર રોડ પર ગુ.હા. બોર્ડ કવાર્ટરના રહેવાસીઓની ચાર રિક્ષાના કાચ મોડી રાતે કોઇ ફોડી ગયું છે.

સવારે રિક્ષાના માલિકો ધંધે જવા માટે બહાર આવ્યા ત્યારે પોતાની રિક્ષાના કાચ ફૂટેલા જોઇ ચોંકી ગયા હતાં. આ તમામ રિક્ષા સ્કૂલ વર્ધીમાં ચાલતી હોઇ જેથી ચાલકો સવારે છ વાગ્યે જાગ્યા હતાં ત્યારે કાચ ફૂટેલા દેખાયા હતાં. રાજેશભાઇ છોટુભાઇ દરેડીયાની રિક્ષા જીજે૦૩બીએકસ-૦૧૬૩, અમીરભાઇ પ્યારઅલી કાનાણીની રિક્ષા જીજે૦૩બીવી-૧૦૫૫, સફીભાઇ સતારભાઇની બે રિક્ષા જીજે૧યુ-૪૮૧૫ તથા જીજે૧બીઝેડ-૬૫૭૬ના કાચ ફોડી નુકસાન કરવામાં આવ્યું છે.કોઇ નશાખોરોએ ટીખળ કરી કે પછી કોઇએ જાણી જોઇને રિક્ષા માલિકોને હેરાન કરવાના ઇરાદે આમ કર્યુ? તે અંગે ચર્ચા જાગી છે. થોરાળા પોલીસમાં રિક્ષા માલિકોએ જાણ કરતાં તપાસ શરૂ થઇ છે.

(3:46 pm IST)