Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

આરોગ્યનું ચેકીંગઃ ફરસાણના ૧ર ઉત્પાદકો-વેપારીઓને નોટીસો

વિમલ નમકીન, શ્યામ ગૃહ ઉદ્યોગ, રાજેન વેફર, કૈલાસ નમકીન, ધવલ ગૃહ ઉદ્યોગ, માહી ગૃહ ઉદ્યોગ, ભારત સ્વીટ માર્ટ, અરિહંત ફરસાણ, જોકર ગાંઠીયા, જોકર ફરસાણ, કન્દોઇ હરિલાલ એન્ડ સન્સ, સહિતનાં વેપારીઓ-ઉત્પાદકોને ખાદ્યતેલનાં બોર્ડ નહી લગાવા ત્થા રિપોર્ટ નહી રાખવા અંગે નોટીસો અપાઇ

રાજકોટ તા. ૩૦ : મ્યુ. કોર્પોરેશન દ્વારા  શહેરનાં  પ્રસિધ્ધ ફરસાણનાં વેપારીઓને ત્યાં દાઝયુ  તેલનાં વપરાશ અંગે ત્થા આરોગ્યનાં નિયમોનાં પાલન અંગે ચેકીંગ કરાયુ હતું જેમાં આરોગ્યનાં નિયમોનું પાલન  કરવા અંગે ૧૨ વેપારીઓ ઉત્પાદકોને નોટીસો અપાયેલ જો કે તમામ વેપારીઓ આરોગ્ય  પ્રદ તેલનો ઉપયોગ કરતાં હોઇ આ અંગેનાં ટેસ્ટમાં આ વેપારીઓ પાસ થયા હતાં.

આ અંગે મ્યુ. કોર્પોરેશનનાં આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયા મુજબ આરોગ્યનાં નિયમો અન્વયે યુઝડ કુકીંગ ઓઇલનો ઉપયોગ વધુ પ્રમાણ ન થાય તેમજ  ખાદ્યતેલને વારંવાર ગરમ કરવાથી ટ્રાન્સફેટ જનરેટ થતા હોય છે. જે માનવ શરીર માટે હાનિકારક છે. આથી સરકારશ્રી દ્વારા આપેલ સુચન મુજબ ફ્રાય કરીને પ્રિપેર્ડ કરવામાં આવતા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા એકમોની ચકાસણી કરવામાં આવેલ ટેસ્ટોમીટર વડે સ્થળ પર તેલનું ચેકીંગ કરવામાં આવેલ તેમજ ટેસ્ટોમીટરના આવેલ રીડીંગમાં તેની ટીપીસી વેલ્યુ રપ થી વધુ હોય તે તેનો ઉપયોગ બંધ કરાવાય છે. દરમિયાન આજે ૧૨ સ્થળે હાઇજીનીક કંડીશન વપરાશમાં લેવા ખાદ્ય-તેલ અંગેના ડીસ્પ્લે બોર્ડ અને પેકેજીંગ માટે વપરાતી કાગળ પસ્તીનાં વપરાશ અંગેની ચકાસણી હાથ ધરેલ હતો.

જેમાં વિમલ નમકીન અશોક ગાર્ડન સામેને (ખાદ્યતેલના પ્રકારનું બોર્ડ, ફુડ લાયસન્સ, હાઇજીન દાજીયા તેલ નિકાલનો રેકર્ડ અંગે શ્યામગૃહ ઉદ્યોગ ઉમાકાંત ઉદ્યોગનગરને (ખાદ્યતેલના પ્રકારનું બોર્ડ, ફુડ લાયસન્સ, હાઇજીન દાજીયા તેલ નિકાલનો રેકર્ડ અંગે રાજેન વેફર દુધસાગર માર્ગજે (ખાદ્યતેલના પ્રકારનું બોર્ડ, ફુડ લાયસન્સ, હાઇજીન દાજીયા તેલ નિકાલનો રેકર્ડ અંગે ભોલા નમકીન ભાવનગર રોડને (ખાદ્યતેલના પ્રકારનું બોર્ડ, ફુડ લાયસન્સ, હાઇજીન દાજીયા તેલ નિકાલનો રેકર્ડ અંગે કૈલાસ નમકીન ૮૦ ફુટને (ખાદ્યતેલના પ્રકારનું બોર્ડ, ફુડ લાયસન્સ, હાઇજીન દાજીયા તેલ નિકાલનો રેકર્ડ અંગે ધવલ ગૃહ ઉદ્યોગ વાવડીને (ખાદ્યતેલના પ્રકારનું બોર્ડ, ફુડ લાયસન્સ, હાઇજીન દાજીયા તેલ નિકાલનો રેકર્ડ અંગે માહીગૃહ ઉદ્યોગ વાવડીને (ખાદ્યતેલના પ્રકારનું બોર્ડ, ફુડ લાયસન્સ, હાઇજીન દાજીયા તેલ નિકાલનો રેકર્ડ અંગે અરીહંત ફરસાણ આશાપુરા રોડને (ખાદ્યતેલના પ્રકારનું બોર્ડ, ફુડ લાયસન્સ, હાઇજીન દાજીયા તેલ નિકાલનો રેકર્ડ અંગે ભારત સ્વીટ માર્ટ દિગ્વિજય રોડને (ખાદ્યતેલના પ્રકારનું બોર્ડ, ફુડ લાયસન્સ, હાઇજીન દાજીયા તેલ નિકાલનો રેકર્ડ અંગે જોકર ફરસાણ કેનાલ રોડને (ખાદ્યતેલના પ્રકારનું બોર્ડ, ફુડ લાયસન્સ, હાઇજીન દાજીયા તેલ નિકાલનો રેકર્ડ અંગે કન્દોઇ હરીલાલ દેવજી એન્ડ સન્સ મીલપરા મે રોડને (ખાદ્યતેલના પ્રકારનું બોર્ડ, ફુડ લાયસન્સ, હાઇજીન દાજીયા તેલ નિકાલનો રેકર્ડ અંગેજોકર ગાંઠીયા જવાહર રોડને (ખાદ્યતેલના પ્રકારનું બોર્ડ, ફુડ લાયસન્સ, હાઇજીન દાજીયા તેલ નિકાલનો રેકર્ડ અંગે આમ ઉપરોકત તપાસ ફરસાણના વેપારીઓ-ઉત્પાદકોને નોટીસો અપાયે છે.

આ તમામ વેપારીઓને ત્યાં ટેસ્ટો મીટરથી તેલની તપાસ કરાતાં ટી. પી. સી. વેલ્યુ. ૧૦ થી રર.પ સુધીની હોઇ આ બાબતનાં ટેસ્ટમાં વેપારીઓ પાસ થયા હતાં.

(3:57 pm IST)