Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

ઇસ્કોન મંદિર દ્વારા ભગવત-ગીતા વિતરણ મેરેથોન

ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રીમદ એ.સી.ભકિતવેદાંત સ્વામી શ્રીલ પ્રભુ પાદજીએ ''ભગવદ ગીતા તેના મુળરૂપે'' પુસ્તક લખેલી : રાજકોટમાં ભગવદ ગીતાનું વિતરણ થશે

રાજકોટઃ આ વર્ષે ૮ ડિસેમ્બરના ગીતા જયંતિ છે. દર વર્ષે ડિસેમ્બર મહિનામાં જ ગીતા જયંતિ આવતી હોવાના કારણે, ઇસ્કોન મંદિરના વિશ્વભર ના ૮૦૦ થી વધારે કેન્દ્રો માં આખા ડિસેમ્બર મહિના દરમ્યાન ગીતા વિતરણ મેરેથોન નામે ભવ્ય ઉજવણી ડરવામાં આવે છે. ઇસ્કોન ના સંસ્થાપક આચાર્ય શ્રી શ્રીમદ એ. સી. ભકિતવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજી દ્વારા ''ભગવદ ગીતા તેના મૂળ રૂપે'' પુસ્તક લિખિત છે. આ ભગવદ ગીતા વિશ્વ પ્રસિદ્ઘ છે, દ્યણા લોકોએ ભગવદ ગીતા લખેલી છે અને અમે તેમનો આદર કરીએ છીએ, પરંતુ, આ ''઼ભગવદ ગીતા તેના મૂળ રૂપે'' માં શ્રીલ પ્રભુપાદજી એ ૭૦૦ શ્લોકોના એક-એક શબ્દાર્થ, અનુવાદ તેમજ સચોટ તથા સ્પષ્ટ ભાવાર્થ રજૂ કરેલા છે, જેનાથી આ ગીતા ખૂબ જ પ્રમાણભૂત બની છે. વિશ્વભરના દ્યણા વિદ્વાનો, રાજકીય નેતાઓ, સમાજ સુધારકોએ આ ગીતાની પ્રમાણભૂતતાનો સ્વીકાર કરેલ છે.

શ્રીલ પ્રભુપાદજી પોતે ૨૪ કલાક માં ફકત ૨ જ કલાક આરામ કરતાં અને બાકીનો સમય ગંભીરતા પૂર્વક આ અમુલ્ય ગ્રંથો લખવામાં વિતાવતા, જેથી આપણી સનાતન સંસ્કૃતિના વેદિક મૂલ્યો તેમજ તત્વોનું સરળ ભાષામાં અનુવાદ કરીને જન -સમાન્ય લોકો પાસે આ જ્ઞાન પહોચે એના માટે ભગીરથી કાર્ય કર્યું, શ્રીલ પ્રભુપાદજી ની આ ગીતામાં આપણા રોજ- બરોજની ભૌતિક મુસકેલીઓ, આપણી કૌટુંબિક, સામાજિક અને આર્થિક જવાબદારીઓ, તથા શ્રીકૃષ્ણએ ગીતાજી દ્વારા વિદિત કરેલા આધ્યાત્મિક મૂલ્યોની સમતોલતા ખૂબ જ સરસ રીતે રજૂ કરેલ છે. આ ગીતાના વાચન દ્વારા દુનિયાભરના દ્યણા લોકો વ્યસન મુકત થયા છે, આત્મહત્યા કરતાં અટકાયા છે, ડિપ્રેશન અને એકાંતપણા ના તણાવોથી પણ મુકત થયા છે, જીવનની હતાશા અને દિશા શુન્યતામાથી પણ ઊગર્યા છે, તથા આત્મસાક્ષાત્કાર પામ્યા છે. આ જ ભગવદ ગીતા દ્વારા ફકત ભારત ના જ નહીં પણ લાખો-કરોડો વિદેશીઓ ના જીવન પણ પરિવર્તન થયા છે. વિશ્વની આશરે ૧૫૦ થી વધુ ભાષાઓમાં તેનો અનુવાદ થયેલ છે અને કરોડોની સંખ્યા માં શ્રીલ પ્રભુપાદજી ની આ ગીતા નું વિતરણ વિશ્વભર માં થયેલ છે. આ ''ભગવદ ગીતા તેના મૂળ રૂપે'' વિશ્વની દ્યણી યુનિવર્સિટીઓ જેવી કે - ફ્રેકલીન માર્શલ કોલેજ, જયોર્જ ઢાઉન યુનિવર્સિટી, દક્ષિણ કેલિફોર્નિયા યુનિવર્સિટી, વિગેરેમાં પાઠ્ય પુસ્તક તરીકે પણ સ્વીકારી ને અભ્યાસક્રમ માં મૂકવામાં આવેલ છે.

ગીતા દાન-મહા દાન કરો

આ ગીતાજી ૮૫૦થી પણ વધારે પાનાની છે, જેની સરેરાશ કિમત રૂ.૨૦૦ છે. પરંતુ ગીતા જયંતિ નિમિત્ત્।ે દાતાઓ ની મદદ થી આ મહા વિદ્યા દાન માટે લોકોને રાહત દરે એટલે કે રૂ.૧૦૦  ના દરે આ ગીતાજી મળે તેના માટે રૂ.૧૦૦ ના દરે આ ગીતાજી નું દાન સ્વીકારવામાં આવે છે. આવતુ હોવાનું યાદીમાં જણાવાયું છે. (મો.૯૮૯૮૫ ૫૦૧૮૫)

(3:42 pm IST)