Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

વો તો બડા મતવાલા હૈ મેરા બમભોલા... : પૂ. ભાનુમાની સ્મૃતિમાં અર્પણ

પૂ. જલારામ બાપા અને પૂ. ભાનુમાને યાદ કરી કકકડ પરિવારમાં ભકિતની જયોત હંમેશા જલતી રહે તેવા આર્શીવાદ વરસાવતા કથાકાર પૂ. મીરાબેન ભટ્ટ

 રાજકોટઃ અહિંના મોટીટાંકી ચોકમાં આવેલ સુપ્રસિધ્ધ એવા શ્રી જલારામ પ્રાર્થના મંદિરે કકકડ પરિવાર દ્વારા પૂ. ભાનુમા અને સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે આયોજીત ભાગવત કથાનું ગઇસાંજે સમાપન થયું હતુ. સુવિખ્યાત કથાકાર પૂ. મીરાબેન ભટ્ટ દ્વારા પૂ. ભાનુમાના સ્મરાણાર્થે ભજન રજુ કર્યું હતુ. જેમાં ભાવિકોની સાથે પૂ. મીરાબેન પણ કરતાલ સાથે નૃત્ય રજુ કર્યું હતુ. ભાવિકો મનમુકિને આ ભજનમાં ઝુમ્યા હતા . પૂ. મીરાબેન આ પ્રસંગને ફરી યાદ કરતા ગતસાંજે કથાના  સમાપન પ્રસંગે કહયું કે આ ગીતમાં કરતાલ સાથે નૃત્ય કરવાનું મને ખુબ ગમ્યું મને એમ થયું હતુ કે હુ એકલી જ માં સાથે કરતાલ લઇ નૃત્ય કરૂ છું. તેઓએ આ સાથે આ ગીત રજુ કર્યું હતુ વો તો બડા મતવાલા હૈ મેરા બમભોલા, માથે પે ચંદા ઝુમે બહાર, વો તો આંખો કા તારા હે મેરા બમભોલા... તેઓએ એમ કહયું હતુ કે આ ગીત હુ દરેક કથાઓમાં ગાવ છું પુ. જલારામબાપાને યાદ કરી પૂ. ભાનુમાંના આર્શીવાદ સદાય કકકડ પરિવાર ઉપર વરસતા રહે તેવા શુભાશીષ આપ્યા હતા. કકકડ પરિવાર દ્વારા ભાગવતજી, કથાકાર પૂ. મીરાબેન ભટ્ટનું અભિવાદન કરી આરતી સાથે ભાગવત કથાનું સમાપન કર્યું હતુ.

 કથાકાર પૂ. મીરાબેન વિશે...

આ ભાગવત કથામાં સુંદરમજાનુ કથાનું રસપાન કરાવનાર એવા પૂ. મીરાબેન ભટ્ટ વિષે થોડી વાત જાણીએ માત્ર ૩૮ વર્ષની વયે આ તેઓની ૩૮૮મી કથા હતી. સંસ્કૃત ભાષાના વિસારદ છે દેશભરમાં કથાઓ કરી નાની ઉમરમાં મોટી સિધ્ધી મેળવી છે.

 ટોચના ઉદ્યોગપતિઓમાં જેની ગણના થાય છે અને  લોહાણા  અગ્રણી એવા શ્રી તેજસભાઇ તુલસીદાસભાઇ કકકડ અને અ.સૌ. જયશ્રીભાઇ તેજસભાઇ કકકડ તેમજ સમસ્ત કકકડ પરિવાર દ્વારા આયોજીત આ ભાગવત કથાનું પરિવારજનો, સગાસંબધીઓ અને ભાવિકગણે આ કથામૃતનો લાભ લઇ ધન્ય બન્યા હતા.

ઉકત તસ્વીરોમાં અંતિમદિવસે કથાનું રસપાન કરાવતા પૂ. મીરાબેન ભટ્ટ ભાવિક ગણ દર્શાય છે. મહાઆરતીનો લાભ લેતા  આયોજનમાં સ્વ. શ્રી તુલસીદાસભાઈ નાનજીભાઈ કક્કડ પરિવારના શ્રી દિલીપભાઈ તુલસીદાસભાઈ કક્કડ, અ. સૌ. નિલાબેન દિલીપભાઈ કક્કડ, શ્રી તેજસભાઈ તુલસીદાસભાઈ કક્કડ, અ.સૌ. જયશ્રીબેન તેજસભાઈ કક્કડ, શ્રી કોકીલભાઈ તુલસીદાસભાઈ કક્કડ, અ. સૌ. તરૂલતાબેન કોકીલભાઈ કક્કડ, શ્રી અશોકભાઈ તુલસીદાસભાઈ કક્કડ, અ. સૌ. ચેતનાબેન અશોકભાઈ કક્કડ, શ્રી હિતેષકુમાર વલ્લભદાસભાઈ રાયચુરા, અ. સૌ. રૂપાબેન હિતેષકુમાર રાયચુરા, શ્રી મોહિતભાઈ દિલીપભાઈ કક્કડ, અ. સૌ. પ્રેક્ષાબેન મોહિતભાઈ કક્કડ, શ્રી કલ્પીતભાઈ દિલીપભાઈ કક્કડ, અ. સૌ. પલ્લવીબેન કલ્પીતભાઈ કક્કડ, રીતેષકુમાર ક્રિષ્નારાય સંચાણીયા, અ.સૌ. અમ્રીતાબેન રિતેષકુમાર સંચાણીયા, મીવાન કુમાર કક્કડ, મીરાબેન તેજસભાઈ કક્કડ, પ્રણવભાઈ તેજસભાઈ કક્કડ, પ્રિયેનભાઈ કોકીલભાઈ કક્કડ, અ. સૌ. રાધિકાબેન પ્રિયેનભાઈ કક્કડ, દર્શિતભાઈ હિતેષકુમાર રાયચુરા, અ. સૌ. મીરાબેન દર્શીતભાઈ રાયચુરા, અવનીશભાઈ હિતેષકુમાર રાયચુરા, અ. સૌ. સ્ટેફ અવનીશભાઈ રાયચુરા, નીકીતાબેન, રીયાબેન, કીરીનબેન સહિતના નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૪૦.૨)

 

(4:02 pm IST)