Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

મગફળી વેંચવા ૨,૨૬,૦૯૮ ખેડૂતોએ નોંધણી કરાવી, સૌથી વધુ ૩૯૮૫૭ રાજકોટ જિલ્લાના

ઓનલાઇન નોંધણી પૂરીઃ ૨૬૩૬૯ ખેડૂતો પાસેથી ખરીદીઃ ૯૯૩ ખેડૂતોને ૧૦ કરોડ ચૂકવાયા

રાજકોટ, તા. ૧ :. ગુજરાત સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે ગઈ ૧ નવેમ્બરથી ઓન લાઈન નોંધણી શરૂ કરેલ. તે ગઈકાલે તા. ૩૦મીએ પૂર્ણ થઈ છે. એક મહિનામાં ૨,૨૬,૦૯૮ ખેડૂતોએ મગફળી વેચવા નોંધણી કરાવી છે. તે પૈકી આજે બપોર સુધીમાં ૨૬૩૬૯ ખેડૂતો પાસેથી મગફળી ખરીદી લેવામાં આવી છે. હજુ ૧,૯૯,૭૨૯ જેટલા ખેડૂતો મગફળી વેચવા માટે પ્રતિક્ષામાં છે. અત્યાર સુધીમાં ૫૨૭૧૭૦.૧૨ કવીન્ટલ મગફળી ખરીદી લેવામાં આવી છે. સૌથી વધુ ૩૯૮૫૭ ખેડૂતો રાજકોટ જિલ્લામાં નોંધાયા છે.

તા. ૧૫ નવેમ્બરથી સરકારે મગફ ળી ખરીદવાનંુ શરૂ કર્યુ છે. અત્યાર સુધીમાં ખરીદાયેલી મગફળીના રૂ. ૨૬૩ કરોડ જેટલા ચુકવવા પાત્ર થાય છે. તે પૈકી ગઈકાલે સાંજ સુધીમાં ૯૯૩ ખેડૂતોને રૂ. ૧૦ કરોડ જેટલી રકમ ચુકવી દેવામા આવી છે. આરટીજીએસથી નાણા સીધા ખેડૂતોના ખાતામાં જમા થઈ રહ્યા છે.

સરકારે અડદ અને મગ માટે આજથી ઓન લાઈન નોંધણી શરૂ કરી છે. ૧૦ ડીસેમ્બરથી તે બન્ને ખેત ઉપજની ખરીદી શરૂ થશે. (૨-૨૩)

(3:53 pm IST)