Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

ખંડણી માંગવાના ગુનામાં ફરાર મહેબૂબ ઉર્ફ મેબલો ઝડપાયો

ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ, સોકતખાન ખોરમ, અમિતભાઇની બાતમી પરથી પીએઅઆઇ મહાવીરસિંહ બી. જાડેજાની ટીમે પકડી લીધો

રાજકોટ શહેર પોલીસ કમિશ્નરમનોજ અગ્રવાલ તથા સયુંકત પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જયદિપસિંહ સરવૈયાએ ગંભીર ગુનાઓમાં ફરાર આરોપીઓને ઝડપી લેવા સુચના આપી હોઇ તે અંતર્ગત ક્રાઇમ બ્રાંચની ટીમે ખંડણી માંગવાના ગુનામાં ફરાર મહેબુબ ઉર્ફે મેબલો કરીમભાઇ કાથરોટીયા (ઉ.૨૨- રહે. મોરબી રોડ શાળા નં-૭૭, સામે, ખાડામા)ને રૈયા ગામ પાસેથી ઝડપી લીધો છે. આ શખ્સે  લાતીપ્લોટમાં પોતાના ભાઇ ઇબ્રાહીમ ઉર્ફે ઇભલા સાથે વેપારી પાસેથી ખંડણી માંગવાના ગુન્હાઓ આચર્યા હતાં અને લાંબા સમયથી ફરાર હતો. આ શખ્સ અગાઉ લુંટ, ખુનની કોશીષ તથા અન્ય મારામારીના ગુન્હાઓમા પકડાયેો હતો. જુન મહિનામાં ઇભલા સાથે મળી આ શખ્સે વેપારીઓને ધમકાવી-ડરાવી ખંડણી કઢાવવા અને ગોડાઉન પોતાના નામે કરી દેવા ધાકધમકીઓ આપી હતી. પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ  મહાવીરસિંહ.બી.જાડેજા, એસ. કે. રબારી તથા પો. હેડ કોન્સ. પ્રતાપસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, ફીરોજભાઇ શેખ, યોગેન્દ્રસિંહ જાડેજા તથા પો. કોન્સ. રવીરાજસિંહ પરમાર,યોગીરાજસિંહ જાડેજાઙ્ગ સોકતભાઇ ખોરમ, અમીતભાઇ ટુંડીયા પેટ્રોલીંગમા હતા ત્યારે પો. હેડ કોન્સ. ફીરોજભાઇ શેખ, પો.કોન્સ. સોકતખાન ખોરમ, અમીતભાઇ ટુંડીયાની બાતમી પરથી કામગીરી થઇ હતી.

(3:52 pm IST)