Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

બાળકો સાયકલ ચલાવીને સ્વચ્છતા અને ટ્રાફીક જાગૃતિનો સંદેશો પ્રસરાવશેઃ અનોખી ઈવેન્ટ 'સાયકલો કિડ્સ'

રાજકોટ,તા.૧: રાજકોટ રેન્ડોનીયર્સ અને જીનિયસ ગ્રુપ દ્વારા બાળકો માટેની સાયકલિંગ ઈવેન્ટ ''સાયકલોકિડ્સ''નું આયોજન કરાયુ છે.

સાયકલિસ્ટ માટે ગ્રુપ સાયકલિંગ, શોર્ટ ડિસ્ટન્ટ સાયકલિંગ, લોન્ગ ડિસ્ટન્સ સાયકલિંગ તેમજ બી.આર.એમ.નું અયોજન કરતી સંસ્થા ''રાજકોટ રેન્ડોનીયર્સ'' કે જે ઓડેકસ ઈન્ડિયા રેન્ડોનીયર અને ઓડેકસ કલબ પેરિસિયન, ફ્રાન્સ સાથે જોડાણ ધરાવે છે અને ''જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુશન્સ'' સાથે મળીને બાળકો માટેની પ્રથમ કહી શકાય એવી ઈવેન્ટ ''સાયકલોકિડ્સ''નું આયોજન કરેલ છે. ૮ થી ૧૫ વર્ષના ૧૦૦૦થી વધુ બાળકો સાયકલિંગ કરી ''સ્વચ્છતા'' અને ''ટ્રાફિક જાગૃતિ''નો સંદેશ આપશે.

''સાયકલોકિડ્સ'' કોઈ સ્પર્ધા નથી પરંતુ બાળકોમાં સાયકલિંગ પ્રત્યે ઉત્સાહ વધે અને સમાજને ''સ્વચ્છતા'' અને ''ટ્રાફિક જાગૃતિ''નો સંદેશ મળે તે માટેની ઈવેન્ટ છે. ''સાયકલોકિડ્સ''માં ભાગ લેવા માટે દરેક બાળકે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.

ભાગ લેનાર દરેક બાળકને ટી શર્ટ, સર્ટિફિકેટ અને આકર્ષક મેડલ આપવામાં આવશે. ઉપરાંત લકી ડ્રો દ્વારા વિજેતા થનાર બાળકને અલગ અલગ ઈનામો પણ આપવામાં આવશે.

રજીસ્ટ્રેશન માટે તા.૧૧ સુધી સાયકલ ઝોન ટાગોર રોડ, ટ્રેક એન્ડ ટ્રેલ ઈન્દીરા સર્કલ, ઈન ડિઝાઈન સ્ડુડિયો કોટેચા નગર મેઈન રોડ, સન ડિજિટલ ત્રિકોણ બાગ, જી કિડ્સ યુનિવર્સીટી રોડ, સ્વામિનારાયણ ભુવન ભાવનગર રોડ, સન રાઈઝ કોર્પોરેશન ડો.યાજ્ઞિક રોડ, વી સેલ ઝોન ન્યુ જાગનાથ પ્લોટ ખાતે સવારે ૧૦ થી ૧ અને સાંજે ૪ થી ૮ સુધી સંપર્ક કરી શકાય છે. ફેસબુક પેઈઝની વિજેટ પણ કરી શકાશે.

આ ઈવેન્ટને સફળ બનાવવા જીનિયસ ગ્રુપના ચેરમેન ડી.વી.મહેતા અને રાજકોટ રેન્ડોનીયર્સના મેન્ટોર ડો.એસ.આર.રાવના માર્ગદર્શન હેઠળ ઈવેન્ટ કો ઓર્ડીનેટર્સ પરાગ તન્ના, વિજય દોંગા, શ્રીકાંત તન્ના સહીતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.(૩૦.૧૦­)

(3:49 pm IST)