Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ફિલ્મ પદ્માવતીના વિરોધમાં રઘુવીર સેના પણ જોડાઇ : શેરસિંહજી રાણાનું સન્માન

 બોલીવુડમાં ભારતીય સંસ્કૃતિ અને ખાસ કરીને હિન્દુ સંસ્કૃતિને બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોય તેમ સંજય લીલા ભણસાલી દ્વારા હાલમાં પદમાવતીના જીવન ચરિત્રને માત્ર ને માત્ર આર્થિક કારણોસર વિકૃત સ્વરૂપે રજૂ કરી ઇતિહાસને તોડી મરોડીને રજૂ કરાતા વિરોધનો સૂર બુલંદ થયો છે ત્યારે ક્ષત્રિય યુવા હૃદય સમ્રાટ શેરસિંહજી રાણા સાથે ખિરસરા પેલેસના દિલીપસિંહજી રાણા અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ સમગ્ર સમાજને સાથે રાખી પદમાવતી ફિલમના વિરોધમાં એક પ્રચંડ રેલીનું આયોજન કર્યું હતું. જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના રઘુવંશી સમાજનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના યોગેશભાઇ પુજારા અને સમગ્ર ટીમે સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. શહેરના નાનામોવા ચોક ખાતેથી આ ફિલ્મના વિરોધમાં નીકળેલી રેલીમાં ર૦ ઘોડા, બાઇક, જીપ સહિતના હજ્જારો ક્ષત્રિય યુવાનો, રઘુવીર સેનાના કાર્યકર્તાઓ, પરશુરામ સંગઠનના કાર્યકર્તાઓએ આ ફિલ્મ પર આજીવન પ્રતિબંધ મૂકવાની તેમજ આ ફિલ્મના નિર્માણના જવાબદારો સામે કાયદાકીય કડક પગલા લેવાની ઉગ્ર માંગ કરી હતી. ટીમના રાજુભાઇ બગડાઇ, અમરભાઇ ગોળવાળા, મિતેશભાઇ રૂપારેલીયા, ધવલભાઇ ચેતા, સમીરભાઇ રાજાણી, ધર્મેશ કકકડ, સહિતે આ તકે ધ્રુજારો વ્યકત કરી ધર્મ અને જ્ઞાતિ વચ્ચે વૈમન્શ્ય ઉભી કરવાની ચેસ્ટાને વખોડી કાઢી હતી. આ તબક્કે ક્ષાત્રધર્મ અને હિન્દુ સમાજની સંસ્કૃતિના રક્ષણ માટે જાનનના જોખમે પણ કાર્યકરત શેરસિંહજી રાણાનું અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-રાજકોટ દ્વારા તેમની ગરીમાને છાજે તેવું વિશિષ્ટ સન્માન પ્રમુખ યોગેશભાઇ પુજારાના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. જેના અંતર્ગત રઘુવીર સેના દ્વારા શેરસિંહજી રાણાને ક્ષૌર્ય પ્રતિક તલવાર, પાઘડી તેમજ ફુલહારથી અભિવાદીત કરાયા હતાં તે સમયની તસ્વીરો નજરે પડે છે.

(5:04 pm IST)