Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

એઈડ્સ જનજાગૃતિ રેલી

એઈડ્સ પ્રિવેન્સન કલબ દ્વારા વિશ્વ એઈડ્સ દિવસે કણસાગરા કોલેજના પ્રાંગણમાં જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં ૩૦૦૦ થી વધુ કોલેજ છાત્રો જોડાયા હતા. પ્રારંભે 'રાઈટ ટુ હેલ્થ' બાદ જનજાગૃતિ રેલી કાલાવડ રોડથી અન્ડરબ્રીજથી કિસાનપરા સુધી વોક ફોર એઈડસ યોજાય હતી. જેમા કે.જે. કોટેચા સ્કૂલ સહિત સૌરા. યુનિ. વિવિધ કોલેજના એન.એસ.એસ.ના છાત્રો જોડાયા હતા. કાલાવડ રોડ ઉપર 'જન-જન જાગે એઈડસ ભાગે'ના નારા લગાવીને ૧૦૦ ફુટના લાંબા બેનરે અનેરૂ આકર્ષણ જગાવ્યુ હતુ. કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન અરૂણ દવેએ પ્રારંભમાં એઈડસ જનજાગૃતિની માહિતી આપી હતી અને રેલીને લીલી ઝંડી અપાઈ તે સમયે કોલેજના પ્રિન્સીપાલ ડો. કાલારીયા, ડો. કાનાણી, એન.એસ.એસ. કોર્ડીનેટર ડો. ડોબરીયા, યશવંત ગોસ્વામી, આર.સી. પરમાર, સ્વાતીબેન જોશી સહિતના હાજર રહ્યા હતા. આજે એઈડસ કલબ દ્વારા શહેર-જિલ્લા ૧૧૦૦ શાળા-કોલેજમાં એક જ સમયે રેડ રીબીન બનાવીને દોઢ લાખ છાત્રો જનજાગૃતિમાં આવરી લેવાયા હતા. સમગ્ર સંચાલન યશવંત ગૌસ્વામીએ કરેલ હતુ. કાલાવડ રોડ ઉપર રાહદારીઓને પેમ્પફલેટ વિતરણ કરાયુ હતું. હેન્ડમાઈક દ્વારા ચેરમેન અરૂણ દવેએ જનજાગૃતિનો પ્રચાર કર્યો હતો.

(5:03 pm IST)