Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

બન્ને પક્ષોએ અદલબદલ કરી!

રવિવારે તા.૩ના હવે ચૌધરી હાઇસ્કુલના મેદાનમાં કોંગ્રેસના ચારેય ઉમેદવારોની અને નાના મવા સર્કલે નરેન્દ્રભાઇની જાહેરસભા યોજાશેઃ બન્ને તરફે સાંજે ૫ વાગ્યે યોજાશે

રાજકોટ : રવિવાર તા.૩ના સાંજે પાંચ વાગ્યે કોંગ્રેસના ચારેય ઉમેદવારોની જાહેર સભા હવે નાના મવા સર્કલના બદલે ચૌધરી હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં યોજાશે તેમ રાજકોટના ધારાસભ્ય શ્રી ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું છેઃ જ્યારે ભારતીય જનતા પક્ષ દ્વારા એ જ દિવસે રવિવારે સાંજે પાંચ વાગ્યે ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં નરેન્દ્રભાઇની જાહેરસભા યોજાયેલ તે હવે નાના મવા સર્કલે યોજાશે

અચાનક આ ફેરબદલ થવા પાછળ એવું જાણવા મળે છે કે કોંગ્રેસે ૫ વાગ્યે રાજકોટમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર નાના મવા સર્કલે (જ્યાં હાર્દિક પટેલની જંગી સભા યોજાયેલ) જાહેર સભા રાખેલ ત્યારે ભારતીય જનતા પક્ષ આ નાના મવા સર્કલની બરાબર સામે આવેલ મરચા પીઠનું મેદાન માગેલ અને નરેન્દ્રભાઇની જાહેર સભા એ જ દિવસે, રવિવારે સાંજે ૭ વાગ્યે યોજવાનું મન બનાવેલઃ જો આમ થાય તો મહેનત કોંગ્રેસ કરે અને પ વાગ્યે તેમની સભામાં માણસો છૂટે એટલે ભાજપ એ બધાને પોતાના ગ્રાઉન્ડ તરફ ખેંચી જાય તેવી ભીતિથી કોંગ્રેસે છેલ્લી ઘડીએ સભાનું સ્થળ ફેરવી ચૌધરી હાઈસ્કૂલમાં રાખ્યું હોવાનું કોંગી વર્તુળોએ જણાવ્યું છે

 

(5:01 pm IST)