Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

શાપર-વેરાવળમાં રાજકોટનો નેપાળી કિશોર ચોરાઉ બાઇક સાથે પકડાયો

રાજકોટ, તા., ૧: શાપર-વેરાવળમાં ચોરાઉ બાઇક સાથે નીકળેલ નેપાળી કિશોરને પોલીસે ઝડપી લીધો હતો. આ બાઇક રાજકોટમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.

વિધાનસભા ચુંટણી અન્વયે પો.સબ ઇન્સ. આર.જી.સીધુ, પો.હેડ કોન્સ. ઉપેન્દ્રસિંહ જાડેજા, માવજીભાઇ ડાંગર, રવિરાજસિંહ ઝાલા તથા વિજયગીરી ગોસ્વામી વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન નેપાળી કિશોર રહે. રાજકોટ પોતાના હવાલાવાળુ ટીવીએસ કંપનીનું સ્કુટી જેના રજી.નં. જી.જે. ૦૩ કયુકયુ ૩ર૬પ વાળુ શંકાસ્પદ હાલતમાં નીકળતા તેને રોકી તેની પાસે સદરહું સ્કુટી મો.સા.ના આધાર પુરાવા રજુ કરવાનું કહેતા નહી હોવાનું જણાવેલ અને સદરહું સ્કુટી મો.સા.ની તપાસ કરતા સદરહું સ્કુટી રાજકોટ શહેરના માલવીયા પો.સ્ટે.ના ફર્સ્ટ ગુ.ર.નં. ર૦૮/૧૭ આઇ.પી.સી. ક.૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જેથી મજકુર કિશોર પાસેથી સદરહું સ્કુટી મો.સા. સીઆર.પી.સી. ક. ૧૦ર મુજબ કબ્જે કરેલ છે.

(4:39 pm IST)