Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

મરી જવાના વિચાર આવતાં હોઇ રૈયાધારની નવોઢાએ એસિડ પીધું

શોભનાના છ માસ પહેલા જ લગ્ન થયા છે

રાજકોટ તા.૧: રૈયાધાર મફતીયાપરામાં રહેતી શોભના રસિક ચાવડા (ઉ.૨૯) નામની ચમાર નવોઢાએ એસિડ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

શોભનાના માવતર કણકોટના પાટીયા પાસે રહે છે અને છ માસ પહેલા જ લગ્ન થયા છે. પતિ રસિક રિક્ષાચાલક છે. શોભનાને બે મહિનાથી માનસિક તકલીફ થઇ ગઇ હોઇ સતત મરી જવાનું રટણ કરે છે. કંટાળીને તેણે એસિડ પી લીધાનું પતિ તથા તેણીની માતાએ જણાવ્યું હતું. યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(4:38 pm IST)