Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ઇન્કમટેકસમાં પ્રિન્સીપલ ચીફ કમિશનરનું પ્રમોશન મેળવતા અમદાવાદના અમીત જૈન

રાજકોટ તા. ૧ : એપોઇન્ટમેન્ટ કમિટી ઓફ કેબીનેટ દ્વારા દેશના ૩ર પ્રીન્સીપલ ઇન્કમટેક્ષ કમિશનરોને પ્રીન્સીપલ ચીફ કમિશનરના પ્રમોશન આપ્યા છે. જેમાં અમદાવાદના ડાયરેકટર (ઈન્વેસ્ટીગેટીગ) અમિત જૈનનો પણ સમાવેશ થાય છ.ે

અમિત જૈન છેલ્લા ત્રણ વર્ષથી ડાયરેકટર ઇન્કમટેક્ષ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. જયારે ગુજરાતના ડીજી ઇન્વેસ્ટીગેટીંગ તરીકે પી.સી. મોદીને મુંબઇમાં પ્રીન્સીપલ ચીફ કમિશનરનું પ્રમોશન મળતા આ જગ્યા ખાલી પડી હતી. હવે અમિત જૈન આ ડીજી (પ્રીન્સીપલ ચીફ કમિશનર કેડર) તરીકેનો ચાર્જ સંભાશે.

(4:35 pm IST)