Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

રાજકોટ - ૬૮ ની બેઠક ઉપર ત્રણ પાટીદારોનો ત્રિકોણીયો જંગ

અપક્ષ ભાવેશ ભાલાળાની મકકમ આગેકૂચ

રાજકોટ તા. ૧: ગુજરાત વિધાન સભાની ચૂંટણીમાં દિવસે-દિવસે રાજકીય ગરમાવો વધતો જાય છે ત્યારે વિધાનસભા ૬૮ માં પાટીદાર યુવાન એડવોકેટ ભાવેશભાઇ રમણીકભાઇ ભાલાળા (મો. ૯૩૭૭૯ પર૪૧૦) એ પણ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે.

આ વિસ્તારના લોકોનો સંપર્ક કરતાં તેઓને લોકોનો અભુતપુર્વ સહકાર મળી રહ્યો છે. વિધાનસભા ૬૮ માંથી ભાજપના અરવિંદ રૈયાણી અને કોંગ્રેસના મીતુલ દોંગા પણ ચુંટણી લડી રહ્યા હોય. આ વિસ્તારમાં પાટીદાર સમાજમાં સન્માનીય ગણાતા ભાવેશભાઇ ભાલાળાએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતાં આ ત્રણેય ઉમેદવારો વચ્ચે ત્રિકોણીયો જંગ ખેલાશે. તેમ અપક્ષ ઉમેદવાર ભાવેશભાઇ ભાલાળાના ટેકેદારો માની રહ્યા છે. ભાવેશભાઇ વ્યવસાયે વકીલાત ક્ષેત્ર સંકળાયેલ હોય અને જાહેર જીવન સાથે સંકળાયેલ હોય તેઓને આ વિસ્તારમાંથી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. તેઓ ક્રમાંક નં. ૮ ગેસનો ચુલો નાં નિશાન ઉપર ચુંટણી લડી રહ્યા છે.

(4:19 pm IST)