Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

શહેરમાં સ્વચ્છતા રાખવા મ્યુનિ. કમિશ્નરની અપીલ

રાજકોટ તા.૨ : શહેરને સ્વચ્છ શહેર બનાવવા માટે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા પુરેપુરો સહકાર આપે છે તેમ સ્વચ્છતાને સફળ બનાવવા માટે શહેરી જનોને સ્વછતા જાળવવા આટલુ જરૂર કરવું જોઇએ. (૧) કચરો કચરાં પેટ્ટીમાં જ ફેંકીએ જયાં ત્યાં ફેંકી ગંદકી ન કરીએ. (૨) કચરો લેવા આવતાં ટીપર વાહનને સ્થળ પર જ ભીનો તથા સૂકો કચરો અલગ-અલગ આપીએ. (૩) જાહેર શૌચાલયના ઉપયોગ બાદ તેને સ્વચ્છ રાખવાનું ના ભૂલશો! વળી ફેર ઉપયોગ કરતી વખતે તમને જ તે ગંદી હાલતમાં મળશે. (૪) શું આપની સોસાયટીમાં ભીનો અને સૂકો કચરો બે અલગ-અલગ ડસ્ટબીનમાં રખાય છે? જો ના તો આજે જ તેને અલગ-અલગ રાખવાનું શરૂ કરી દો. (પ) પ્રતિબંધિત પ્લાગસ્ટિકનો ઉપયોગ ટાળી પશુ-પક્ષીઓના જીવને જોખમમાં મૂકતાં બચાવીએ. (૬) પાન-ફાકી ખાધા બાદ જો જયાં ત્યાં ગંદકી કરશો તો કાયદેસરની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. (૭) બાગ-બગીચામાં ગંદકી ન ફેલાવી તેને સ્વચ્છ રાખવા એ આપણી નૈતિક ફરજ છે. (૮) શું આપને ખબર છે? આપણા શહેરમાં શાળા, હોટલ, રેસટોરન્ટ, સોસાયટી અને માર્કેટ વચ્ચે સ્વચ્છતાની હરિફાઈ ચાલી રહી છે. તો ચાલો આપણી શાળા, હોટલ, રેસ્ટોરન્ટ, સોસાયટી અને માર્કેટ વિસ્તારને આ સ્પર્ધા જીતવા માટે રાખીએ એકદમ સ્વચ્છ. (૯) ટીપર વાહનથી કચરાંનુ કલેકશન કરવું બન્યું એકદમ સરળ હવે બસ આપનો સહયગો સ્થળ પર ભીનો તથા સૂકો કચરો અલગ અલગ આપવામાં ખૂબ જ જરૂરી છે. (૧૦) સામુહિક શૌચાલયો અને જાહેર શૌચાલયોનો ઉપયોગ કર્યા બાદ ફીડબેક આપવાનું ન ભૂલશો.(૨૩.૧૨)

 

(4:12 pm IST)