Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

એસ.ટી.ની ચેકીંગ સ્કવોડ ત્રાટકી : ૯ ડેપોમાં ૧ર હજારનો દંડ

જસદણ - ધ્રાંગધ્રા - લીંબડી - સુરેન્દ્રનગર - ચોટીલા - વાંકોનર - રાજકોટ - ગોંડલ - મોરબીના ડેપોમાં ૮ ટુકડીઓ : દ્વારા ચેકીંગ : સ્મોકીંગનું ગંદકી, યુનિફોર્મ સહિતની બેદરકારીઓ સબબ દંડ ફટકારાયો

રાજકોટ, તા. ૧ :  એસ.ટી. ડેપોમાં ડેપો મેનેજરની ૮ જેટલી ચેકીંગ સ્કવોર્ડ ત્રાટકી અને ગંદકી, સ્મોકીંગ યુનિફોર્મ સહિતની બેદરકારીઓ સબબ કુલ ૧ર૦૦૦ નો દંડ વસુલ્યો હતો.

આ અંગે એસ.ટી.ની સત્તાવાર યાદીમાં  જણાવાયું છે કે ડેપો મેનેજર અને શાખા અધિકારીઓની ટીમે જસદણ, ધ્રાંગધ્રા, લીંબડી, સુરેન્દ્રનગર, ચોટીલા, વાંકાનેર, રાજકોટ, ગોંડલ, મોરબી વગેરે સહિત ૯ ડેપોમાં ચેકીંગ કર્યુ હતું.

જેમાં રૂટ બોર્ડમાં બેદરકારીના ૧૧ કેશમાં રૂ. ૭પ૦, સ્મોકીંગનાં ૪૭ કેસમાં રૂ. ૧૮૦૦ યુનિફોર્મમાં બેદરકારીનાં ૧૭ કેસમાં રૂ. ૧પ૦૦, બસ સ્ટેન્ડમાં ગંદકી સબબનાં ૩ કેશમાં રૂ. ર૧૦૦ અને બસ સ્ટેશનમાં પોસ્ટરો-સ્ટીકરો લગાવવા સતત છેલ્લા ૬ મહિનામાં ૭ નોટીસ આપી કુલ ૭૦૦૦ના દંડ વસુલ્યો હતો.

(3:01 pm IST)