Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ગોંડલ રોડ પર મુખ્ય પાણીની લાઇનનો વાલ્વ તુટતા રોડ પર પાણી- પાણી

મક્કમ ચોકમાંથી પસાર થઇ રહેલ પાઇપ લાઇનમાં ટેકનીકલ ખામી સર્જાઇઃ તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી

રાજકોટ તા.૧ : શહેરના ગોંડલ રોડ પર પાણીની મુખ્ય લાઇનનો વાલ્વ ખરાબ થતા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના કારણે વિસ્તારમાં ભરશિયાળે પાણી રેલમછેલ જોવા મળી હતી.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ શહેરના વોર્ડ નં.૭ના ગોંડલ રોડ પરના મક્કમ ચોક વિસ્તારમાં પાણીની મુખ્ય લાઇનનો વાલ્વ ખરાબ થઇ જવા પામ્યો હતો. આ વાલ્વ રીપેરીંગનું કામ વિજય પ્લોટ વિસ્તારમાં પાણી વિતરણ  બાદ કરવામાં આવ્યુ હતુ. આ વિસ્તારમાં પાણી વિતરણ સમયસર થયું હતું.

તંત્ર વાહકોના જણાવ્યા પ્રમાણે વાલ્વ રીપેરીંગ કરવા પાઇપલાઇન ખાલી કરવામાં આવી હતી. જેના કારણે વિસ્તારમાં પાણીની રેલમછેલ જોવા મળી હતી.

(3:00 pm IST)