Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

સ્વીમીંગ પુલમાં માત્ર ૧પ૦૦ સભ્યો : આઠ હજારને ઠંડી લાગી

ઉનાળામાં કોર્પોરેશનના ચારેય સ્નાનાગરોમાં ૯પ૦૦ થી વધુ સભ્યો હતા જબરો ઘટાડો : રેસકોર્ષમાં ૩૦૦, કાલાવડ રોડના પ૦૦, કોઠારીયામાં પ૦૦, પેડક રોડમાં ર૦૦ સભ્યો રહ્યા

રાજકોટ તા. ૧ :.. મ્યુ. કોર્પોરેશન સંચાલીત ચાર સ્વીમીંગ પુલોમાં શિયાળાની ઠંડીને કારણે માત્ર મોજ-શોખ માટે જ ન્હાવા આવતાં. તરવૈયાઓમાં જબરો ઘટાડો નોંધાયો છે.  ઉનાળામાં ચારેય સ્વીમીંગ પુલોની મળી ૯પ૦૦ ની સભ્ય સંખ્યા હતી. જે ઘટીને માત્ર પપ૦૦ ની જ થઇ ગઇ છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત આંકડાઓ મુજબ મ્યુ. કોર્પોરેશનનાં રેસકોર્ષ, કાલાવાડ રોડ, સિંદુરીયા (કોઠારીયા રોડ) અને પેડક રોડ એમ આ ચારેય સ્વીમીંગ પુલમાં ઉનાળામાં સભ્યપદ મેળવવા પડાપડી થાય છે. કેમ કે... તે વખતે ઉનાળુ વેકેશન હોય છે.

ઉનાળાની ગરમીમાં સ્વીમીંગ પુલનાં ન્હાવાની મોજ પણ માણવા મળે જો કે સ્વીમીંગ પુલનો મુળ હેતુ રાજકોટમાંથી આંતરરાષ્ટ્રીય કક્ષાનાં તરવૈયાઓ તૈયાર થાય તે માટેનો છે પરંતુ ઉનાળામાં મોટા ભાગનાં સભ્યો મોજથી ન્હવા માટે સભ્યો બનતા હોય છે કેમ કે જેવી શીયાળાની ઠંડી ચાલુ થાય કે તરત જ સ્વીમીંગ પુલનાં ઠંડા પાણીમાં પણ ઝબોળીને મોટાભાગનાં લોકો ઠંડીમાં ઠુઠવાઇને સ્વીમીટીંગ પુલમાં આવવાનું બંધ કરી દયે છે.

હાલમાં મ્યુ. કોર્પોરેશનનાં સ્વીમીંગ પુલમાં નોંધાયેલ આંકડાઓ મુજબ ઉનાળા દરમિયાન રેસકોર્ષનાં સ્વીમીંગ પુલમાં ૩ હજાર, કાલાવડ રોડના સ્વીમીંગ પુલમાં ર હજાર, કોઠારીયા રોડ સિંદુરીયા સ્વીમીંગ પુલમાં ૩ હજાર, ત્થા પેડક રોડનાં સ્વીમીંગ પુલ ૧પ૦૦ સભ્યો હતાં.

જયારે હવે શિયાળો આવ્યો એટલે રેસકોર્સ સ્વીમીંગ પુલમાં ર૭૦૦ સભ્યો ઘટી ગ્યાને હાલમાં ૩૦૦ જ રહ્યા છે. જયારે કાલાવડ રોડ, સ્વીમીંગ પુલમાં ૧પ૦૦ સભ્યોનો ઘટી ગ્યા અને માત્ર પ૦૦ જ રહ્યા છે ત્થા કોઠારીયા રોડ સિંદુરિયા સ્વીમીંગ પુલમાં રપ૦૦ સભ્યોએ આવવાનું બંધ કરી દેતાં માત્ર પ૦૦ સભ્યો જ રહ્યા છે.

અને પેડક રોડ સ્વીમીંગ પુલમાં ૧૩૦૦ સભ્યો ઘટી જતાં અહીં માત્ર ર૦૦ સભ્યો જ ન્હાવા આવે છે.

આમ ૯પ૦૦ માંથી ૮ હજાર તરવૈયાઓને ઠંડી લાગી જતા હવે માત્ર ૧પ૦૦ સભ્યો જ બાકી રહ્યા છે. આ એવા સભ્યો છે કે જે ગમે તેટલી ઠંડીમાં પણ દરરોજ સ્વીમીંગ કરે છે. જેથી આ તમામ સભ્યો ખરેખર તરવૈયાઓ છે. બાકીનાં જે હતાં તે માત્ર મોજથી  ન્હાવા આવતા હોવાનું બહાર આવ્યું છે.

 

(2:57 pm IST)