Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

યુ.પી.ના ઠગ પરશુરામ પાલની પોલીસ મથકમાં તબિયત બગડીઃ સિવિલના આઇસીસીયુમાં દાખલ

લાખોની ઠગાઇના ગુનામાં એ-ડિવીઝન પોલીસે ધરપકડ કર્યા બાદ તાલુકા પોલીસે બીજા ગુનામાં કબ્જો મેળવ્યો હતોઃ હાલ રિમાન્ડ પર હતો

રાજકોટ તા. ૧: થોડા દિવસ એ-ડિવીઝન પોલીસે જેની ધરપકડ કરી છે તે મુળ યુ.પી.ના પરશુરામ રાજનૈતી પાલ સામે ૨૦ લાખ ૨૨ હજારની ઠગાઇનો વધુ એક ગુનો તાલુકા પોલીસમાં નોંધાયો હોઇ હાલ તે રિમાન્ડ પર હતો. દરમિયાન સાંજે તેની પોલીસ મથકમાં તબિયત બગડતાં અને છાતીમાં દબાણ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં આઇસીસીયુ વોર્ડમાં દાખલ કરાયેલ છે.

એમ્પલ એકસપ્રેસ પ્રા.લી. ઓફિસ ખોલી ભાગીદારીમાં નાણા રોકવા માટે લલચાવી શહેરના સહકાર રોડ કલ્યાણ નગરમાં રહેતાં વિકલાંગ પટેલ યુવાન હરેશભાઇ બાબુભાઇ સોજીત્રાને ૧૭ લાખનો ધૂંબો મારી દેનાર પરશુરામ પાલ અને તેની પત્નિની ગયા શુક્રવારે ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ કરાઇ હતી. દરમિયાન આ શખ્સે વર્ષ ૨૦૧૫માં માધવ પાર્ક-૩માં રહેતાં રોહિત પરષોત્તમભાઇ બુસા (પટેલ) (ઉ.૩૧)ને પણ પોતાની પેઢીમાં ભાગીદાર થવા અને કુરીયર કાર્ગોમાં પ્રોજેકટ વર્કમાં રોકાણ કરવા લલચાવી તેની પાસેથી રૂ. ૨૦,૨૨,૦૦૦ મેળવી લઇ પરત ન આપી ઠગાઇ કર્યાનો બીજો ગુનો તાલુકા પોલીસમાં દાખલ થતાં પી.એસ.આઇ. એસ.આર. વળવીએ તેનો કબ્જો મેળવી ધરપકડ કરી હતી. પરશુરામ પાલ (ઉ.૪૦)ને સાંજે છાતીમાં દુઃખાવો ઉપડતાં તાકીદે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

(12:59 pm IST)