Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

કાલાવડ રોડ કિંગ્સ પાર્ટી પ્લોટ પાસે પટેલ યુવાન અને તેના બે બનેવી નશો કરેલા પકડાયા

ધોરાજી નાની વાવડીના પંકજ દઢાણીયા તથા તેના બનેવી સરધારના કિશોર ગુંદાસરા અને શાપરના વસંત મારડીયાને તાલુકા પોલીસે પકડ્યા

રાજકોટ તા. ૧: કાલાવડ રોડ પર ૧૫૦ ફુટ રીંગ રોડ પાસે કિંગ્સ પાર્ટી પ્લોટ પાસેથી સરધાર, શાપર અને નાની વાવડીના બે સાઢુ અને તેના એક સાળા મળી ત્રણ પટેલ યુવાનને નશો કરેલી હાલતમાં પોલીસે પકડી લીધા હતાં.  લગ્ન પ્રસંગે આ ત્રણેય દારૂ પી આવ્યા હોઇ પેટ્રોલીંગમાં રહેલી પોલીસની ઝપટમાં આવી ગયા હતાં.

તાલુકા પોલીસ મથકના હેડકોન્સ. રમેશભાઇ ચોૈહાણ, કોન્સ. રાહુલભાઇ ગોહેલ, યશપાલસિંહ જનકાત, કોૈશિકભાઇ સહિતનો સ્ટાફ કાલાવડ રોડ કિંગ્સ પાર્ટી પ્લોટ પાસે પેટ્રોલીંગમાં હતો ત્યારે ત્રણ શખ્સો નશો કરેલા મળતાં ધરપકડ કરી હતી. પુછતાછમાં પોતાના નામ કિશોર ગોરધનભાઇ ગુંદાસરા (પટેલ) (ઉ.૩૮-રહે. સરધાર, હરિપ રોડ), વસંત હરસુખભાઇ મારડીયા (પટેલ) (ઉ.૩૪-રહે. શાપર અક્ષરધામ સોસાયટી, બ્લોક નં. ૪૮) તથા પંકજ અરવિંદભાઇ દઢાણીયા (પટેલ) (ઉ.૩૩-રહે. નાની વાવડી  તા. ધોરાજી) જણાવ્યા હતાં. પોલીસે ત્રણેય સામે કાર્યવાહી કરી ધરપકડ કરી હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કિશોર અને વસંત બંને સાઢુ ભાઇ થાય છે અને પંકજ આ બંનેને સાળો થાય છે. પંકજ અને કિશોર ખેતી કરે છે. જ્યારે વસંત ઇલેકટ્રીક કામ કરે છે.

(12:57 pm IST)