Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

દેશી દારૂ સાથે ત્રણ પકડાયાઃ જાનુ દારૂ રેઢો મુકીને ભાગી

વરલીનો જૂગાર રમતાં રહેમાન અને હર્ષદ પકડાયા

રાજકોટ તા. ૧: મોરબી રોડ વેલનાથપરામાંથી વિનુ ખોડાભાઇ સુરાણીને રૂ. ૬૦ના દેશી દારૂ સાથે, કીટીપરામાંથી સોનુ હરેશ સોભાણીને રૂ. ૬૦ના તથા છોટુનગર ઝૂપડપટ્ટી પાસેથી મુન્ની વેલજી અધારીયાને રૂ. ૪૦ના દારૂ સાથે પકડી લેવાઇ હતી. જ્યારે રૈયાધારની જાનુ રમેશ વાજેલીયા રૂ. ૨૦૦નો દારૂ રેઢો મુકી ભાગી ગયો હતો.

દુધ સાગર રોડ પર ફારૂકી મસ્જીદ પાસે ઉભો રહી રહેમાન ઉર્ફ બોદુ ઇકબાલભાઇ મલેક (ઉ.૩૮-રહે. લાખાજીરાજ સોસાયટી-૩) વરલી ફીચરના આંકડા પર જૂગાર રમાડતો હોઇ થોરાળાના હેડકોન્સ. જાહીરખાન ખફીફ અને વિજય મેતાએ પકડી લઇ રૂ. ૧૫૦૦ની મત્તા કબ્જે લીધી હતી. તેમજ જામનગર રોડ રેલ્વે લોકો કોલોનીના ગેઇટ સામેથી હર્ષદ ગોરધનભાઇ ચોૈહાણ (ઉ.૭૫-રહે. દ્વારકાધીશ સોસાયટી પાસે ઇશ્વરીયા પાર્ક)ને વરલીનો જૂગાર રમાડતાં ગાંધીગ્રામના મહેશભાઇ લુવા, ક્રિપાલસિંહ જાડેજા સહિતે પકડી લઇ રૂ. ૧૯૯૦ની રોકડ-ડાયરી-બોલપેન-સ્લીપો કબ્જે લીધા છે.

(12:55 pm IST)