Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

સીંગતેલ ડબ્બે વધુ ર૦ રૂ.નો ઘટાડો

ચાલુ સપ્તાહમાં સીંગતેલમાં ૧૦૦ રૂ. અને કપાસીયા તેલમાં ૩૦ રૂ. તૂટયા : નવા ટીનના ભાવ ઘટીને રર૩૦-રર૬૦ રૂ. થયા

રાજકોટ, તા. ૩૧: સીંગતેલમાં મંદીનો શરૂ થયેલ દોર આજે પણ જારી રહ્યો છે અને સીંગતેલ ડબ્બે વધુ ર૦ રૂ.નો ઘટાડો થયો છે.

સૌરાષ્ટ્રના યાર્ડોમાં મગફળીની આવકો વધતા અને આવકો સામે ડીમાન્ડ ન નીકળતા સીંગતેલના ભાવમાં આજે વધુ ર૦ રૂ.નું ગાબડુ પડયું હતું.  સીંગલતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.) ભાવના ૧૩ર૦ રૂ. હતાં તે ઘટીને આજે બપોરે ર વાગ્યે ૧૩૦૦ રૂ. ભાવ બોલાયા હતાં. જયારે સીંગતેલ નવા ટીનના ભાવ રરપ૦થી રર૮૦ રૂ. હતાં તે ઘટીને રર૩૦થી રર૬૦ રૂ.ની સપાટીએ  પહોંચ્યા હતાં. જોકે કપાસીયા તેલના ભાવોમાં આજે કોઇ ઘટાડો થયો નથી. ચાલુ સપ્તાહમાં સીંગતેલ ડબ્બે ૧૦૦રૂ.નો અને કપાસીયા તેલમાં ૩૦ રૂ.નો નોંધપાત્ર ભાવ ઘટાડો થયો છે. આગામી દિવસોમાં હજુ પણ સીંગતેલ અને કપાસીયા તેલના ભાવો ઘટે તેવી શકયતા છે તેમ વેપારી સૂત્રોએ જણાવ્યું હતું.

(12:04 pm IST)