Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

આંગણવાડી કર્મચારી સંગઠનનું કાલથી બે દિવસ રાજકોટમાં રાજય વ્યાપી અધિવેશન

૨૬ જિલ્લામાંથી ૪૦૦થી વધુ પ્રતિનિધિ ઉમટશેઃ વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા

રાજકોટ, તા.૧: સીટુ અને ઓલ ઇન્ડીયા ફેડરેશન સાથે સંકલીત આંગણવાડી કર્મચારી સંગઠનનું રાજય અધિવેશન તા.૨-૩ નવેમ્બર રાજકોટ ખાતે મળશે. અધિવેશન સ્થળને સીટુનાં પૂર્વ પ્રમુખ- જાણીતા શ્રમજીવી આગેવાન સ્વઃ સુબોધ મહેતા નગર, તથા મંચને સ્વઃ નીરૂબહેન પટેલ મંચ નામ અપાશે.

'અરવિંદ મણીયાર હોલ' જયુબેલી ગાર્ડન ખાતે યોજાશે. અધિવેશન પ્રસંગે તા.૩ બપોરે ૧ વાગે હોસ્પિટલ ચોકથી વિશાળ રેલી ઢેબરભાઇ ચોકમાં સભાનાં રૂપમાં ફેરવાશે...

અધિવેશનમાં ગુજરાતના ૨૬ જીલ્લાનાં આંગણવાડી કર્મચારી સંગઠનનાં ૪૦૦ થી વધુ પ્રતિનિધિ આગેવાન ભાગ લેવા રાજકોટ પધારશે.

બે દિવસીય ત્રણ સત્રોમાં આંગણવાડી વર્કર- હેલ્પરનાં સળગતા પ્રશ્નો જેવા કે આંગણવાડી વર્કરને કાયમી કરવા, લઘુતમ વેતન આપવા, નિવૃતિ વય મર્યાદા, મોબાઇલ ફોનનો જોહુકમી ભર્યો અમલ, જીલ્લા ફેરબદલી, પેન્શન, ગ્રેચ્યુઇટી, વર્કરને સુપરવાઇઝરમાં પ્રમોશન અંગે ચર્ચા કરી આગામી આંદોલનના કાર્યક્રમોનો નિર્ણય કરાશે.

અધિવેશનનાં માર્ગદર્શન માટે ઓલ ઇન્ડીયા ફેડરેશન ઓફ આંગણવાડી વર્કર એન્ડ હેલ્પરનાં રાષ્ટ્રીય પ્રમુખ ઉષારાણી (પંજાબના લડાયક આગેવાન), મહારાષ્ટ્રના અગ્રણી સુભા સમીમ, ખાસ હાજરી આપશે.

અધિવેશન માટે રાજકોટનાં મહિલા અગ્રણી કિરણબેન કાલાવાડીયા, તથા શીલાબેન ડોબરીયા, બેન્ક યુનિયનના કીરીટભાઇ અંતાણી, રાજકોટના પૂર્વ મેયર સુધીરભાઇ જોષી, સીટુનાં રામચંદ્રન, કિસાન સભાના પ્રમુખ ડાયાભાઇ ગજેરા, જાણીતા કૃષિ વૈજ્ઞાનિક કનુભાઇ કાલાવાડીયા, ઇન્કમટેક્ષ એમ્પ્લોઇઝ યુનિયનનાં ખોડુભા જાડેજા, દીપકભાઇ ભટ્ટ, પોસ્ટલ યુનિયનનાં ધનજીભાઇ ચાવડા, કે.બી.ચુડાસમા, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝનાં બટુકભાઇ ડોબરીયા, સૌરાષ્ટ્ર ઝોનનાં આંગણવાડી યુનિયનનાં આગેવાન રંજનબેન સાંઘાણી, મહામંત્રી ભાનુબેન ગોહિલ, ધોરાજીના ચેતનાબેન જાગાણી, બી.એસ.એન.એલ.ના નીલુબેન સોલંકી, અશોકભાઇ ઇન્ડોજા, એલ.આઇ.સી. યુનિયનનાં હર્ષદભાઇ પોપટ, જાણીતા સામાજીક કાર્યકર અનીલભાઇ શીણોજીયા, રાજકોટ સીટુનાં લલ્લનભાઇ શર્મા, વિગેરેની સ્વાગત સમિતિની રચના કરાઇ છ...

તા.૩ જીનાં બપોરે ૧ કલાકે સીવીલ હોસ્પિટલ ચોકથી વિશાળ રેલી યોજાશે. ઢેબરભાઇ ચોક ખાતે યોજાયેલ સભાને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી ઉષા રાણી, પ્રદેશ પ્રમુખ અરૂણ મહેતા, મહામંત્રી કૈલાસબેન રોહીત, ઉપપ્રમુખ નસીમબેન મકરાણી, તથા સૌરાષ્ટ્ર ઝોનનાં આગેવાનાો સંબોધશે. તેમ સી.આઇ.ટી.યુના રામચંદ્રનની યાદીમાં જણાવાયુ છે.

(4:12 pm IST)