Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

રોકડ-ઘરેણા ભરેલુ પર્સ શોધી મહિલાને પરત આપતી પોલીસ

રાજકોટઃ સોમનાથ-દ્વારકા દર્શન કરી ખુશીબેન અર્જુનભાઇ પંડીત પરિવાર સાથે પરત રાજકોટ આવ્યા હતા અને રેલ્વ સ્ટેશને ઉતર્યા બાદ બહાર હોટલમાં ચા-નાસ્તો કરવા માટે ગયા હતા.ત્યારે ત્રણ મોબાઇલ સોનાના ઘરેણા તથા રોકડ ભરેલુ પર્સતે ત્યાં બાકડા પર ભૂલી ગયા હતા થોડીવાર બાદ પોતે પર્સ હોટલમાં ભૂલી ગયાની ખબર પડતા તે તાકીદે પ્રનગર પોલીસ મથકે આવી જાણ કરતા એએસઆઇ સુરેશભાઇ જોગરાણા, રાઇટર બાબુભાઇ બંનેએ તાકીદે રેલવે સ્ટેશન આજુબાજુમાં તપાસ કરતા જુની કલેકટર કચેરી વાળા રોડ પર સાઇડમાં પર્સ બીનવારસુ મળી આવ્યું હતું. બાદ પોલીસે પર્સના માલીકને બોલાવી પરત કર્યુ હતું.

(4:11 pm IST)