Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

લેઉવા પટેલ સમાજ મોટામોવા દ્વારા સરદાર પટેલ જયંતીની ઉજવણી

રાજકોટ : સરદાર પટેલ જન્મ જયંતીની ઉજવણી લેઉવા પટેલ સમાજ મોટા મોવા દ્વારા કરવામાં આવેલ. જેમાં ગામના વિદ્યાર્થીઓ કે જે દસમા અને બારમા ધોરણમાં પાસ થયા હોય તેને સન્માનીત કરવામાં આવે સાથે સરદાર પટેલ વિશેની સ્પર્ધા કરવામાં આવેલ અને તમામ બાળકોને ઇનામો આપી પ્રોત્સાહીત કરાયા હતાં. મોટામોવા લેઉવા પટેલ સમાજ માટે સમુહ ભોજન તેમજ રાસ-ગરબાનું આયોજન કરાયુ હતું. ગામના યુવા સરપંચ વિજયભાઇ કોરાટ દ્વારા પોતે સરપંચ છે ત્યાં સુધી ગામની દીકરી પરણીને સાસરે જાય ત્યારે રોકડ રકમ ૧૦,૦૦૦ હજાર પુરા આપવાનો સંકલ્પ જાહેર કરાયા હતો. આખા વર્ષ દરમિયાન ર૦ જેટલી દીકરીઓને ર૦,૦૦૦૦ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. તેમજ ચાલુ વર્ષે ગામના જ દીકરી કે દીકરા ઉચ્ચ અભ્યાસ માટે જરૂરીયાત મંદને અડધી ફી આપવી તેમજ કાયમી બિમારીમાં અડધી રકમ દવા ખરીદવા આપશે તે જાહેરાત કરવામાં આવી હતી.

(4:09 pm IST)