Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

રઘુવીર યુવા સેના વોર્ડ નં.૯ દ્વારા મહાઆરતી-મહાપ્રસાદ

રાજકોટ શહેરમાં આ વખતે ૨૭ સ્થળોએ જલારામ જયંતિ મહોત્સવના આયોજનો : સંતો-મહંતોના હસ્તે મહાઆરતી : ૧૨ હજારથી વધુ ભાવિકો મહાપ્રસાદનો લાભ લેશે

રાજકોટ, તા. ૧ : 'દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ' ના જીવન મંત્રને જેમને સાર્થક કર્યો તેવા પૂજય જલારામ બાપાની રવિવારે ૩ નવેમ્બરના રોજ ૨૨૦મી જન્મજય઼તિ છે. સૌરાષ્ટ્ર - કચ્છ સહિત દેશ - વિદેશમાં આ પર્વ ધામધૂમથી ઉજવવામાં આવશે. ત્યારે રાજકોટમાં જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે રઘુવીર યુવા સેના વોર્ડ નં.૯ દ્વારા આલાપ ગ્રીન સીટી સામે રૈયા રોડ ખાતે મહાપ્રસાદનંુ આયોજન કરવામાં આવ્યુ છે. જન્મોત્સવની ઉજવણીને લઈને તૈયારીઓને આખરીઓપ આપવામાં આવ્યો છે.

જલારામ જયંતિ અંતર્ગત રઘુવીર યુવા સેના વોર્ડ નં.૯ દ્વારા ૧૬માં વર્ષે આયોજીત મહાપ્રસાદ કાર્યક્રમ અંગે વોર્ડ નં.૯ના અગ્રણીઓએ જણાવ્યુ હતું કે કાર્યક્રમના દીપ પ્રાગટ્ય પ્રસંગે ૨૧ ભૂદેવ તેમજ ખોડીયારધામ આશ્રમ કાગદડીના મહંત જયરામદાસબાપુના હસ્તે મહાઆરતી થશે. આ પ્રસંગે અતિથિ તરીકે રાજુભાઈ પોબારૂ (પ્રમુખ, રાજકોટ લોહાણા મહાજન), ભરતભાઈ ઉનડકટ, શાંતુભાઈ રૂપારેલીયા, રાકેશ રાજદેવ, કાશ્મીરાબેન નથવાણી, રાજુભાઈ જટણીયા, પરેશભાઈ વિઠ્ઠલાણી, ગીરીશભાઈ લાલ, કિશોરભાઈ જસાણી, અશોકભાઈ લાખાણી, હસમુખભાઈ ચંદારાણા, કનુભાઈ હિન્ડોચા, ધવલભાઈ બુઆરીયા, યોગેશભાઈ સેજપાલ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી સહિતના લોહાણા મહાજન અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેેશે.

મહાપ્રસાદ કાર્યક્રમને સફળ બનાવવા માટે રઘુવીર યુવા સેના વોર્ડ નં.૯ના પ્રમુખ બલરામભાઈ કારીયા, રાજુભાઈ તન્ના, મનોજભાઈ ખાખરીયા, વિપુલભાઈ કારીયા, મહેશભાઈ વિઠ્ઠલાણી, હિરેનભાઈ કારીયા, સાવન કટારીયા, ફોરમ પાબારી, રાજુભાઈ ખંધેડીયા, અશોકભાઈ જોબનપુત્રા, કશ્યપ તન્ના, હરી સોમૈયા, જયેશ પોપટ, દિલીપભાઈ કોટેચા, આશિષ ખાખરીયા, રવિ પોપટ, પ્રતિક જટાણીયા, સમીર કાનાબાર, કલ્પેશ મશરૂ, અતુલ ગોકણી, જીજ્ઞેશ સચદેવ, વિશાલ હિન્ડોચા, વિજય સોમૈયા, ક્રિષી તન્ના, શ્યામલ વિઠ્ઠલાણી, અનિરૂદ્ધ સોમૈયા, કવિશ ઠક્કર, સ્મિત ખાખરીયા, ગોકુલ કક્કડ, મયુર નેનસોનૈયા, ઓમ બદીયાણી સહિતના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં 'અકિલા' કાર્યાલયે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાને મહાઆરતી - મહાપ્રસાદનું આમંત્રણ આપતા વોર્ડ નં.૯ના પ્રમુખ શ્રી બલરામભાઈ કારીયા, શ્રી રાજુભાઈ તન્ના, શ્રી તુષારભાઈ જસાણી, શ્રી જયેશભાઈ પોપટ, શ્રી યોગેશભાઈ સેજપાલ, શ્રી વિપુલભાઈ કારીયા અને શ્રી રવિન્દ્ર પોપટ નજરે પડે છે.

(4:08 pm IST)