Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

ગ્રીનલેન્ડ ચોકડીએથી ૩ ચોરાઉ મોબાઇલ સાથે દિનેશ પકડાયો

બી-ડિવીઝનના વિરમભાઇ અને મોહસીનખાનની બાતમી

રાજકોટઃ માર્કેટ યાર્ડ પાસે માલધારી સોસાયટી બાપા સિતારામ ચોકમાં રહેતાં દિનેશ હરિભાઇ ડાભી (ઉ.૨૧) નામના શખ્સને બી-ડિવીઝન પોલીસે ત્રણ ચોરાઉ મોબાઇલ ફોન સાથે પકડી લેવાયો છે. તેની પાસેથી ૧૧ હજારનો વીવો મોબાઇલ, ૧૩ હજારનો ઓપ્પો-પ્રો અને ૩ હજારનો ઇન્ટેલ મોબાઇલ કબ્જે કરાયો છે. આ શખ્સ ફોન કયાંથી આવ્યા તે અંગે કોઇ સ્પષ્ટતા કરતો ન હોઇ શંકાસ્પદ ગણી કબ્જે કરી તેને અટકાયતમાં લઇ પુછતાછ શરૂ કરવામાં આવી છે. પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝની રાહબરીમાં પીએસઆઇ એમ. એમ. ઝાલા, મનોજભાઇ મકવાણા, મહેશભાઇ ચાવડા, મુકેશભાઇ ડામોર, અજયભાઇ બસીયા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. વિરમભાઇ ધગલ અને મોહસીનખાન મલેકની બાતમી પરથી આ શખ્સને ગ્રીનલેન્ડ ચોકડીએથી પકડી લેવાયો હતો.

(3:47 pm IST)