Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

ઝિંદગી મિલ કે બીતાયેંગેઃ સંગીત સંધ્યાએ શ્રોતાઓને ડોલાવ્યા

રાજકોટઃ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનાં દિગ્ગજ સંગીતકારો શંકર-જયકિશન, ઓ.પી. નૈયર, કલ્યાણજી-આણંદજી, મદન મોહન જેવા નામી સંગીતકારો સાથે લાંબા સમય સુધી સહાય તરીકે કામ કરી, ૮ર વર્ષની ઉંમરે રાજકોટમાં પોતાનું નિવૃત જીવન વિતાવતા તથા પંકજ ઉધાસ-મનહર ઉધાસ જેવા નામી ગાયકો તથા અનેક રાજયોમાં-વિદેશમાં પોતાના શિષ્યો ધરાવતા લલીતભાઇ ત્રિવેદીનાં વિદ્યાર્થીઓનો એક સંગીત સંધ્યાનો કાર્યક્રમ ''ઝીંદગી મીલકે બીતાયેંગે'' અરવીંદભાઇ મણીયાર હોલ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં રાજકોટ આઇ.પી.એસ. પોલીસ ઓફિસર મનોહરસિંહજી જાડેજા, ડી.સી.પી. ઝોન-ર, શહેર પોલીસ, શ્રીમતી ગાયત્રીબા વાઘેલા, અધ્યક્ષ ગુજરાત પ્રદેશ મહિલા સંગઠન કોંગ્રેસ, શહેરનાં મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, ભાજપનાં સુરેન્દ્રનગર જીલ્લા પ્રભારી નીતીનભાઇ ભારદ્વાજ જેઓ અનિવાર્ય સંજોગોનાં કારણે ઉપસ્થિત ન રહી શકતા શુભેચ્છા સંદેશ મોકલેલ, અશોકસિંહજી વાઘેલા (એડવોકેટ), મયુરસિંહજી ઝાલા (એડવોકેટ), કિરિટસિંહજી જાડેજા (મોટાભેલા) શહેર પ્રમુખ, કુ. સરલાબેન ત્રિવેદી, જયંતીભાઇ ખુંટ, ડો. ઉમંગભાઇ શિહોરા, એચ. પી. પટેલ, મધુસુદન ભટ્ટ તથા સંગીત જગતના અનેક દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. અખીલ ગુજરાત રાજપુત રાજકોટ સંઘ યુવા પ્રમુખ શ્રીમાન કિશોરસિંહજી જેઠવાએ અભિવાદન કરી પુષ્પગુચ્છથી સ્વાગત કરી આવકારેલ હતા. કાર્યક્રમમાં મુખ્ય ગાયકોમાં શ્રી રાજ (અજય) દવે, વર્સેટાઇલ પ્રોફેશ્નલ સીંગર, કિશોરસિંહજી જેઠવા, સંજયભાઇ મહેતા, નટુભાઇ પાણખાણીયા, શ્રીમતી જાગૃતિ દવે, શ્રીમતી રાજશ્રી દવે, શ્રીમતી પુનમ ગજેરા, કુ. અશ્વેર્યા રાજલક્ષ્મી, ભાવનાબેન અંબાસણાએ પ્રથમ હરોળનાં મ્યુઝીક ડાયરેકટર મનીષભાઇ જોશી-હિતેષભાઇ મહેતા અને તેઓની ટીમનાં સથવારે પોતાની ગાયકીમાં ૧૯પ૦ થી ૧૯૯પ સુધીનાં ગીતો રજુ કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. એકેડેમીનાં વિદ્યાર્થીઓનાં કાર્યક્રમની જવલંત સફળતા માટે લલીતભાઇ ત્રિવેદી તથા વિદ્યાર્થી પર દેશ-વિદેશથી અભિનંદનની વર્ષાઓ થઇ રહી છે.

(3:44 pm IST)