Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

કમોસમી વરસાદથી પાકને થયેલ નુકસાન માટે ખેડૂતોએ વીમા કંપનીના પ્રતિનિધિઓનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧ : રાજકોટ જિલ્લાના પાક વીમાના પ્રીમિયમ ભરેલા હોય તેવા તમામ ખેડૂતોએ તાજેતરમાં થયેલ કમોસમી વરસાદના કારણે ખેતીપાકમાં કાપણી પછીના નુકશાન થયેલ હોય તો ૭૨ કલાકમાં વીમા કંપનીને અરજી કરવાની રહેશે. આ અરજી વીમા કંપનીની તાલુકા કક્ષાની કચેરીમાં પહોંચતી કરવાની રહેશે અથવા વીમા કંપનીના ટોલ ફ્રી નંબર પર જાણ કરવાની રહેશે.

રાજકોટ જિલ્લાની તાલુકા કક્ષાની કચેરીઓમાં ધોરાજી તાલુકા માટે વીમા કંપનીના પ્રતિનિધિ ધર્મેશભાઈ સાગઠીયા મો. નં. ૮૮૬૬૬૨૮૮૨૪, શ્રી રામ કોમ્પયુટર, જેતપુર રોડ, ગોંડલ તાલુકા માટે પ્રકાશભાઈ શેખાડા મો. નં. ૭૮૧૮૦૬૧૦૧૫, ઇન્ફોટેક, વિક્રમસિંહજી કોમ્પલેક્ષ, દુકાન નં. બી/એફ ૧૬૩, જામકંડોરણા તાલુકા માટે નરેન્દ્રભાઈ પરમાર મો. નં. ૯૭૨૬૨૧૮૮૯૬, લક્ષ્મી શોપિંગ સેન્ટર, બસ સ્ટેશન ચોક નજીક, ગ્રાફીકસ અને કોમ્પ્યુટર, જેતપુર તાલુકા માટે અમીતભાઈ ભુવા મો. નં. ૯૭૨૭૧૦૭૨૯૫, ઈમ્પીરયલ એપાર્ટમેન્ટ, જૂના રાજકોટ હાઈવે, જકાત નાકા પાસે, પડધરી તાલુકા માટે ઘનશ્યામભાઈ સોરઠીયા મો. નં. ૮૭૮૦૬૧૭૧૯૯, કોમન સર્વિસ સ્ટેશન, પડધરી ઓફીસ રોડ, ડોડીયા ચેમ્બર, વીંછીયા તાલુકા માટે હિતેશભાઈ ગધાડરા મો.નં. ૯૭૭૩૦૩૪૩૨૬, કોમન સર્વિસ સ્ટેશન, એ ટુ ઝેડ મઢૂકા રોડ, સંજીવની હોસ્પીટલ સામે, કોટડાસાંગાણી તાલુકા માટે મંગલાભાઈ બાવડીયા મો. નં. ૯૯૨૫૮૮૭૮૭૪, કોમન સર્વિસ સ્ટેશન, વેરાવળ(શાપર), અલહાબાદ બેન્કની સામે, ઉપલેટા તાલુકા માટે મૌલીક પટોળીયા મો. નં. ૮૧૬૦૨૭૦૪૫૪, કોમન સર્વિસ સેન્ટર, યોગી ડીજીટલ સ્ટૂડીયો, બસ સ્ટેશન ચોક, રાજકોટ તાલુકા માટે રામભાઈ કુંભાણી મો. નં. ૯૯૭૮૮૧૩૧૫૩, કોમન સર્વિસ સેન્ટર, ૧સ્ટ ફલોર, રોયલ કોમ્પલેક્ષ, રંગાણી હોસ્પિટલ સામે, જસદણ તાલુકા માટે ધર્મેશભાઈ ધોલારીયા મો. નં. ૯૭૨૩૬૫૫૭૩૧, સ્પીડ કોમ્પ્યુટર, ૧૪૨ ક્રિષ્ના કોમપ્લેક્ષ, નવા બસ સ્ટેશન, લોધીકા તાલુકા માટે શૈલેશભાઈ બગાડા મો. નં. ૭૬૦૦૧૩૯૭૬૯, કોમન સર્વિસ સેન્ટર, ખોડીયાર સ્ટુડીયો, લોધીકાને જાણ કરવી. વીમા કંપનીના ટોલ ફ્રી નંબર- ૧૮૦૦-૩૦૦-૨૪૦૮૮ છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી,રાજકોટની યાદીમાં જણાાવાયું છે.

(3:44 pm IST)