Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

વીઝીલન્સ અવેરનેસ વીકની ઉજવણી

 ગીતાંજલી કોલેજ ખાતે વીઝીલન્સ અવેરનેસ વીકની ઉજવણી અંતર્ગત શાબ્દીક સ્પર્ધા 'ઇમાનદારી એક જીવન શૈલી' યોજવામાં આવી હતી. જેનું ઉદ્દઘાટન કોલેજના ચેરમેન શૈલેષભાઇ જાની, ઇન્ડીયન ઓઇલ પશ્ચિમ ક્ષેત્ર પાઇપ લાઇનના ચફ જનરલ મેનેજર અશોકભાઇ જામ્બુર, ચીફ વીઝીલન્સ મેનેજર વિજય જૈન, વીઝીલન્સ મેનેજર એ. કે. મોર્ય, મેનેજર પીયુષ વી. મહેતાની ઉપસ્થિતીમાં કરવામાં આવેલ. કુલ ૧૨ વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. પ્રથમ ત્રણ વિજેતાઓને ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. અહીં કરપ્શન ફ્રી ઇન્ડિયાના સંકલ્પ પણ લેવડાવાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મેનેજરશ્રી પિયુષ વી. મહેતાએ કરેલ.

(3:33 pm IST)