Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

ટી-ર૦ મેચની કોમ્પ્લીમેન્ટ્રી ટીકીટ સૌરાષ્ટ્રના પુર્વ ખેલાડીઓએ રવિ-સોમ મેળવી લેવી

રાજકોટ, તા., ૧: આગામી તા.૭ નવેમ્બરના રોજ ભારત વિરૂધ્ધ બાંગ્લાદેશ વચ્ચે રમાનાર ઇન્ટરનેશનલ ટવેન્ટી-ર૦ મેચની કોમ્પ્લીમેન્ટરી ટીકીટ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના દરેક મેમ્બરને વર્તમાન અને ભુતપુર્વ રણજી ખેલાડીઓ કે જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનતરફથી રમેલ હોય તેઓએ તેમની કોમ્પ્લીમેન્ટરી ટીકીટ તા.૩ અને ૪ નવેમ્બર રવિ-સોમવારના રોજ એસોસીએશનની ઓફીસેથી પ્રશમ કસ્તુરબા માર્ગ આરવર્લ્ડ સિનેમાની બાજુમાં રાજકોટ સાંજના ૪ થી ૭ દરમ્યાન મેળવી લેવાની રહેશે.

દરેક મેમ્બર તેમજ રણજી ખેલાડીએ ફકત બે દિવસમાં જ ઉપર જણાવેલ સમયમાં પોતાની કોમ્પલીમેન્ટરી ટીકીટ મેળવી લેવી. જે મેમ્બર અથવા રણજી ખેલાડી રૂબરૂ આવી ન શકે તેમ હોય તો લેખીત ઓથોરીટી આપવાની રહેશે તેમ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ની યાદીમાં જણાવાયું છે.

(3:26 pm IST)