Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

બોણી કરવા તંત્ર સજ્જઃ રાા લાખને મકાન વેરાની અને ૧૬ હજારને વ્યવસાયવેરાની નોટીસો

બાકીદારો સામે હરરાજી-સીલ સહીતની કડક કાર્યવાહી

રાજકોટ તા. ૧: મ્યુ.કોર્પોરેશનના વેરા વસુલાત વિભાગે નવા વર્ષની બોણી કરવા તૈયારી શરૂ કરી દીધી છે. જેના ભાગ રૂપે મકાનવેરાના અને વ્યવસાયવેરાના બાકીદારોને માંગણા નોટીસો આપવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે ટેકસ અધિકારીઓના જણાવ્યા મુજબ આ નાણાકીય વર્ષર૦૧૯/ર૦માં ર૬૦ કરોડનો મિલકતવેરો વસુલવાનો લક્ષ્યાંક છે. અત્યાર સુધીમાં ર.૩૯ લાખ મિલ્કત ધારોએ કુલ ૧૩૪.પ૧ કરોડનો વેરો ભરી દીધો છે.બાકીનો વેરો વસુલવા અઢીલાખ બાકીદારોને મિલ્કત વેરો ભરી દેવા માંગણા નોટીસો આપવામાં આવી છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ નોટીસની મુદત વિત્યાબાદ બાકીદારોસામે મિલ્કત સીલ અને મિલ્કતની હરરાજી કરવા સહીતના કડક પગલા લેવાનું શરૂ કરાશે.

વ્યવસાયવેરો

આ ઉપરાંત વ્યવસાયવેરા વિભાગ દ્વારા પણ બાકીદારોને નોટીસો આપવાનું શરૂ કરી દીધું છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં રર.૬૦ કરોડનો વ્યવસાયવેરો વ્યવસાયિકોએ ભરી દીધો છે. જે ગત વર્ષની સરખામણીએ ૧૦ કરોડ વધુ છ.ે હવે ૧૬ હજાર વ્યવસાયીકોને વેરો ભરવા નોટીસો આપવાની કાર્યવાહી શરૂ થઇ છે આ વર્ષે કુલ ૪રપ૪ નવા વ્યવસાયીકો નોંધાયા છે.

(3:20 pm IST)