Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

દિકરીની સગાઇ માટે વાડી ભાડે રાખી જૂગાર રમતા પિતા સહિત ૭ પકડાયા

ગાંધીગ્રામની સોરઠીયા રજપૂત સમાજની વાડીમાં પોલીસનો દરોડો

રાજકોટ તા. ૧: ગાંધીગ્રામમાં સોરઠીયા રજપૂત ભવન વાડી અંદરના મકાનમાં જૂગાર રમાતો હોવાની માહિતી પરથી ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી ૭ શખ્સોને પકડી લઇ રૂ. ૧૭૨૦૦ની રોકડ કબ્જે કરી હતી.

પોલીસે સોરઠીયા રજપૂત ભવન વાડી અંદરના મકાનમાં મોડી રાતે સાડા બારેક વાગ્યે દરોડો પાડ્યો હતો અને રાજુભાઇ નાનજીભાઇ ચોૈહાણ (ઉ.૫૦-રહે. ગોૈતમનગર), હરિશ ભૂપતભાઇ ગોહેલ  (ઉ.૩૧-રહે. ગાંધીગ્રામ-૬), કાંતિ જોગીદાસભાઇ ગોંડલીયા (ઉ.૪૦-રહે. રાજદિપ સોસાયટી-૫), જીતુ કનુભાઇ લાંગા (ઉ.૪૨-રહે. ગાંધીગ્રામ-૭), મહેશ ભૂપતભાઇ ગોહેલ (ઉ.૩૫-રહે. વઢવાણ), હબીબ ઇસ્માઇલભાઇ પઠાણ (ઉ.૪૪-રહે. રામનગરઅ૩) તથા અશોક નારણભાઇ વાસવાણી (ઉ.૩૮-રહે. પરસાણાનગર-૪)ને તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૧૭૨૦૦ તથા ગંજીપાના કબ્જે લીધા હતાં.

પોલીસના કહેવા મુજબ પકડાયેલા સાત પૈકીના રાજુભાઇ ચોૈહાણની દિકરીની સગાઇનો પ્રસંગ હોઇ તેમણે વાડી ભાડે રાખી હતી. તેમાં પરિચિતો ભેગા થતાં જૂગાર રમવા બેસી ગયા હતાં. પી.આઇ. વી. વી. ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ ભટ્ટ, હેડકોન્સ. સંતોષભાઇ મોરી, રાહુલભાઇ, અમીનભાઇ,  કનુભાઇ બસીયા, વનરાજભાઇ લાવડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, હાર્દિકભાઇ સહિતની ટીમે આ દરોડો પાડ્યો હતો.

(1:02 pm IST)